રાજપુરાના ગ્રામજનોએ સિરામિક ફેક્ટરીમાં આવતા ભારે વાહનોને પ્રવેશતા અટકાવ્યા
ટાઇલ્સમાં વપરાતી બારીક માટી ખેતરોમાં પથરાઈ થતાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાની નોબત
માણસા તાલુકાના રાજપુરા ગામે આવેલ સીરામીકની બે ફેક્ટરીઓ વિરુદ્ધ ગ્રામજનોની અનેક ફરિયાદો ઉઠી રહી છે અને અનેક રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં પણ ગામની સમસ્યાઓનો ઉકેલ આવતો નથી આ ફેક્ટરીમાં બનતી ટાઇલ્સમાં વપરાતી બારીક માટી ગામના ખેતરોમાં પથરાઈ જાય છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે તો આ પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહે છે ઉપરાંત આ બંને ફેક્ટરીમાં માલની હેરાફેરી માટે આવતા ઓવરલોડ ટ્રકોના કારણે ગામનો એપ્રોચ રોડ પણ વારંવાર તૂટી જતો હોવાની ફરિયાદ ગામ લોકો કરી રહ્યા છે આ સિવાય પણ સ્થાનિક યુવાનોને રોજગારી પણ નિયમ પ્રમાણે આપવામાં આવી નથી બંને ફેક્ટરી માલિકો ઊંચી વગવાળા હોવાથી ગામ લોકોની ફરિયાદો અને રજૂઆતોને દબાવી દેતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે ગામ લોકોએ પ્રદૂષણ અને ઓવરલોડ વાહનો બાબતે સંલગ્ન દરેક વિભાગમાં અનેક ફરિયાદો કરી હોવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે છેલ્લા બે દિવસથી કંટાળેલા ગ્રામજનોએ ગામમાં પ્રવેશતા એપ્રોચ રોડ ઉપરથી પસાર થઈને ગામ વચ્ચેથી જતા ભારે ઓવરલોડ વાહનોને અટકાવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો તો આ બાબતની જાણ માણસા પોલીસને થતા પોલીસ પણ રાજપુરા ગામે પહોંચી મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી પરંતુ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ ગામના એપ્રોચ રોડ પરથી ૧૦ ટન થી વધુ વજનના વાહનો અવરજવર કરી શકે નહીં તેમ છતાં આ ફેક્ટરીના ઓવરલોડ વાહનો કારણે રોડ વારંવાર તૂટી જાય છે આ ઉપરાંત મોટા અને ભારે વાહનો ગામ વચ્ચે થી પસાર થતા હોવાના કારણે શાળામાં ભણતા નાના બાળકો તેમજ મહિલા,વૃદ્ધો અને ખેડૂતોને સતત અકસ્માત નો ભય રહે છે અને આવા ભારે વાહનોને ગામમાં પ્રવેશ આપવામાં ન આવે તેવુ પંચાયતે નક્કી પણ કર્યું હોવાનું જણાવતા પોલીસ પણ પરત ફરી હતી તો આ બાબતે હવે ગ્રામજનો એપ્રોચ રોડનો ઉપયોગ ન કરવા દેવા માટે મક્કમ બન્યા છે ત્યારે બે દિવસથી ફેક્ટરીમાં આવતા ભારે વાહનોને બીજા રસ્તે થી લઈ જવામાં આવી રહ્યા છે.