વડોદરા પોલીસની ઊંઘ ઉડાડતા ચોરોની આગેકૂચઃબે જ્વેલર્સને ત્યાં ચોરીના બનાવ બાદ વધુ બે સ્થળે ચોરીના વીડિયો વાયરલ

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
વડોદરા પોલીસની ઊંઘ ઉડાડતા ચોરોની આગેકૂચઃબે જ્વેલર્સને ત્યાં ચોરીના બનાવ બાદ વધુ બે સ્થળે ચોરીના વીડિયો વાયરલ 1 - image

વડોદરાઃ શહેર પોલીસની ઊંઘ ઉડાડતા ચોરોનો ઉપદ્રવ સતત જારી રહ્યો છે.માંડવી અને કારેલીબાગના બે  જ્વેલર્સને ત્યાં ચોરોએ ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યા બાદ વધુ  બે સ્થળે ચોરો ત્રાટક્યા હોવાનો વાયરલ થયેલો વીડિયો ગભરાટ ફેલાવે તેવો છે.

ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા તરૃણ નગર વિસ્તારમાં ચોરીના કેટલાક ફૂટેજ વાયરલ થયા છે.જેમાં પહેલાં બે બુકાનીધારી ચોરો નજરે પડે છે.કૂતરા પણ ભસે છે પરંતુ તેમને  ભગાડીને ત્રીજા એક સાગરીતને બોલાવી તેઓ એક મકાનમાં તેઓ ઘૂસતા દેખાય છે.

આવી જ રીતે ઉંડેરાના આવાસ યોજના ખાતે દુકાનના શટર તોડતા ચોરનો વીડિયો પણ વાયરલ થયો છે.જો કે આ બંને બનાવમા ં ચોરોને કાંઇ હાથ લાગ્યંુ નથી.


Google NewsGoogle News