એક ડંખમાં આઠથી નવ હાથીને નુકસાન પહોંચાડે તેવો અત્યંત ઝેરી ચિતોડ અને પાટલા ઘોનું વડોદરામાંથી રેસ્ક્યુ

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
એક ડંખમાં આઠથી નવ હાથીને નુકસાન પહોંચાડે તેવો અત્યંત ઝેરી ચિતોડ અને પાટલા ઘોનું વડોદરામાંથી રેસ્ક્યુ 1 - image


Vadodara News : ચોમાસાની સિઝનમાં માનવ જાતને નુકસાન કરી શકે તેવા ઝેરી જનાવરો રહેણાંક વિસ્તારોમાં આવી જવાની અનેક ઘટના બની રહી છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ મારૂતિધામ સોસાયટીમાં રહેતા પ્રવીણ પરમારના રસોડામાં અત્યંત ઝેરી ચિતોડ (રસેલ્સ વાઇપર) સાપ જોવા મળ્યો હતો. તેમણે આ અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કરતા ઘટના સ્થળે પહોંચી સાપને પકડી દીધો હતો.

રેસ્ક્યુ ટ્રસ્ટ સાથે સંકળાયેલા અજ્જુ પઠાણે જણાવ્યું હતું કે, આ સાપ એટલો ઝેરી છે કે, તે કોઈ માણસને ડંખે તો એનું હિમોટોક્સિન (ઝેર) પીડિતના શરીરમાં ફેલાઈ જતું હોય છે અને ઈજાગ્રસ્ત 24 કલાકમાં સારવાર ન લે તો તેની કિડની, લીવર અથવા હાર્ટ ફેલિયર જેવી પરિસ્થિતિ નિર્માઇ શકે છે. સામાન્ય રીતે આ સાપ અજગર જેવો દેખાતો હોવાથી ઘણીવાર ગામડાના લોકો તેનું રેસ્ક્યુ કરતા હોય છે. ત્યારે તેઓને સાપ કરડી જવાની ઘટના બનતી હોય છે. તેથી નાગરિકોએ આ બાબતથી ચેતવું જોઈએ. ડિસ્કવરીના એનાલીસીસ પ્રમાણે આ સાપના એક ડંખમાં આઠથી નવ જેટલા હાથીને નુકસાન પહોંચાડવાની ક્ષમતા હોય છે. ઉપરાંત આજે સવારે નાગરવાડા બ્રિજ પાસે આવેલ માળી મહોલ્લામાંથી અઢીથી ત્રણ ફૂટની પાટલા ઘોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News