આજથી ૧૧ દિવસ સુધી પંડયા બ્રિજ પર વાહન વ્યવહાર બંધ
વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તે અવર - જવર કરવા માટે જાહેરનામુ
વડોદરા.રેલવે હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટને અનુલક્ષીને આગામી ૧૧ દિવસ સુધી પંડયા બ્રિજ પર તમામ પ્રકારના વાહનો માટે અવર - જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
મુંબઇ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં હાલ વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલ ચાલી રહી છે. જે કામગીરીમાં પંડયા બ્રિજ પર ગડર લોંચિંગની કામગીરી કરવાની છે. આ કામગીરી દરમિયાન પંડયા બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેલો છે. જેના કારણે આગામી તા. ૨૦ થી ૩૦ દરમિયાન પંડયા બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અક્ષર ચોક તરફથી પંડયા બ્રિજ તરફ જતા તમામ વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તો પસંદ કરવા માટે જણાવવામાં આવ્યું છે. તેવી જ રીતે એલ એન્ડ ટી સર્કલ તરફથી પંડયા બ્રિજ તરફ જતા તમામ વાહન ચાલકોને પણ વૈકલ્પિક રૃટ પસંદ કરવો પડશે.