વડોદરાના જરોદ પોલીસ સ્ટેશનમાં વાહનોમાં લાગી આગ : 15 ટુ-વ્હીલર, 7 કાર, રીક્ષા અને ટેમ્પો આગમાં લપેટાયા
Fire at Jarod Police Station Vadodara : વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશન પાસે આજે બપોરે લાગેલી આગના બનાવમાં પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરવામાં આવેલા સંખ્યાબંધ વાહનોને નુકસાન થયું હતું.
વાઘોડિયા તાલુકામાં વડોદરા હાલોલ રોડ પર આવેલા જરૂર પોલીસ સ્ટેશન પાસે ખુલ્લામાં પોલીસ દ્વારા જુદા જુદા ગુનામાં કબજે કરવા આવેલા વાહનો રાખવામાં આવ્યા હતા.
વડોદરાના જરોદ પોલીસ સ્ટેશનમાં વાહનોમાં લાગી આગ : 15 ટુ-વ્હીલર, 7 કાર, રીક્ષા અને ટેમ્પો આગમાં લપેટાયા#Vadodara #JarodPoliceStation #FireBrigade #FireatJarodPoliceStation pic.twitter.com/xHdT5eXf3n
— Gujarat Samachar (@gujratsamachar) May 8, 2024
આજે બપોરે 12 વાગ્યાના અરસામાં કચરામાં આગ લાગ્યા બાદ નજીકમાં ખડકાયેલા વાહનોમાં પણ આગ પ્રસરતા અનેક વાહનો લપેટમાં આવી ગયા હતા. જેથી વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
પ્રાથમિક વિગતો મુજબ, આગમાં 15 જેટલા ટુ-વ્હીલર, 7 કાર, ટેમ્પો અને રીક્ષા જેવા વાહનોને નુકસાન થયું ફાયર બ્રિગેડ આગ કાબુમાં લઈ વધુ નુકસાન અટકાવ્યું હતું.