વડોદરા અને મુંબઈમાં ફોરવીલરની ઉઠાંતરી કરનાર વાહન ચોર ઝડપાયો

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
વડોદરા અને મુંબઈમાં ફોરવીલરની ઉઠાંતરી કરનાર વાહન ચોર ઝડપાયો 1 - image

વડોદરા,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર

વડોદરા અને મુંબઈમાંથી ફોર વીલરની ઉઠાંતરી કરનાર વડોદરાના વાહન ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

વડોદરાના હાથીખાના પટેલ ફળિયા ખાતે રહેતો મોહમ્મદ ઐયાઝ ઈકબાલ પરમાર સરસિયા તળાવ પાસે હોવાની વિગતોને પગલે ક્રાઈમ બ્રાન્ચના લેડી પી.આઇ હેતલ તુવર અને ટીમે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપીએ આમોદર ખાતે રહેતા કારચાલક પાસે સેલ્ફ ડ્રાઇવના નામે ભાડેથી હેરિયર કાર લીધી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. જે અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આવી જ રીતે મુંબઈના અંબોલી વિસ્તારમાંથી પણ તેણે થાર કારની ઉઠાંતરી કરી હતી. જે બાબતે મુંબઈમાં ગુનો નોંધાયો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ અને પાણીગેટ પોલીસ સ્ટેશનને આરોપી પકડાયા બાબતે જાણ કરી છે.

       


Google NewsGoogle News