આણંદમાંથી ચોરી કરેલી બાઈક લઈ વડોદરામાં ફરતો વાહનચોર પકડાયો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
આણંદમાંથી ચોરી કરેલી બાઈક લઈ વડોદરામાં ફરતો વાહનચોર પકડાયો 1 - image


Vadodara Bike Theft Case : વડોદરાની ગોરવા પોલીસે ગોત્રી હોસ્પિટલ પાસેથી એક વાહન ચોરને ઝડપી પાડી મોટરસાયકલ કબજે કરી છે.

ગોરવા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગોત્રી હોસ્પિટલ પાસે મોટરસાયકલ લઈ જતા એક યુવકની હરકત શંકાસ્પદ જણાતા પોલીસે મોટરસાયકલના કાગળો માંગ્યા હતા. યુવક પાસે બાઈકના કાગળો નહીં હોવાથી પોલીસે બાઈક નંબરના આધારે તપાસ કરતા આ મોટરસાયકલ ત્રણ દિવસ પહેલા આણંદના કિંખલોડ ખાતેથી ચોરાઈ હોવાની વિગતો ખુલી હતી.

બાઈક ઉઠાવી સગીર શા માટે વડોદરા આવ્યો હતો અને બીજા કેટલા વાહનોની ચોરીમાં સંડોવાયેલો છે તે મુદ્દે ગોરવા પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આણંદ પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે.


Google NewsGoogle News