બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરનાર ઝડપાયો

આરોપી સામે અગાઉ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયો હતો

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News

 બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરનાર ઝડપાયો 1 - imageવડોદરા,બાપોદ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના બે ગુનામાં સંડોવાયેલા આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, પોલોગ્રાઉન્ડ  પાસેથી એક શખ્સ જીતેન્દ્ર ઉર્ફે હરિશ મહેશભાઇ તડવી ( રહે. હનુમાન ટેકરી, સોમા તળાવ પાસે, ડભોઇ રોડ) ને શકમંદ હાલતમાં ઝડપી પાડયો હતો. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે, બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેણે બે વાહનોની ચોરી કરી છે. જેથી, બાપોદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આરોપીને બાપોદ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આરોપી અગાઉ  પાણીગેટ પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં પણ પકડાયો હતો.


Google NewsGoogle News