વસોના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની કેદની સજા
માતર કોર્ટે હુકમ કર્યો
સોખડાના ખેડૂત પાસેથી છ લાખ ઉછીના લીધા બાદ પરત કર્યા નહતા
નડિયાદ : વસોના એક શખ્સને ચેક રિટર્ન કેસમાં માતર કોર્ટે બે વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. શખ્સે માતરના સોખડામાં રહેતા ખેડૂત પાસેથી છ લાખ રૃપિયા ઉછીના લઈ નાણાં પરત કર્યા ન હતા.
સોખડા ગામે રહેતા ખેડૂત દિપકભાઈ ખ્રિસ્તીએ વસોમાં રહેતા પોતાના
મિત્ર કિશનભાઈ હરખાભાઈને વર્ષ ૨૦૧૮માં રૃ.૬ લાખ ઉછીના આપ્યા હતા. ત્યારે આ નાણાં છ
માસમાં પરત ચૂકવી આપવા કિશને જણાવ્યું હતું. જોકે, છ મહિના બાદ પણ નાણાં ન ચૂકવતા દિપકભાઈએ નાણાંની માંગણી કરી
હતી. જેથી કિશને ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થયો હતો. બાદમાં કિશનને નોટિસ ફટકારવા
છતાં તેણે નાણાં પરત કર્યા નહતા. આ અંગે દિપકભાઈએ માતર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
જે કેસ તાજેતરમાં ચાલી જતાં દસ્તાવેજી પુરાવાઓ સહિતના આધારે માતર કોર્ટે કિશન હરખાભાઈને
બે વર્ષની કેદની સજા અને રૃ.૧૦ હજારનો દંડનો હુકમ કર્યો છે. તેમજ ઉછીના લીધેલા રૃ.૬
લાખ ૩૦ દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યો છે.