Get The App

Gujarat Monsoon : વણાકબોરી ડેમ ઓવરફ્લો, વાત્રક નદીમાં પાણીની ભરપૂર આવકથી 17 ગામ એલર્ટ

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
Gujarat Monsoon :  વણાકબોરી ડેમ ઓવરફ્લો, વાત્રક નદીમાં પાણીની ભરપૂર આવકથી 17 ગામ એલર્ટ 1 - image


Gujarat Monsoon Updates | મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. જેથી કડાણા ડેમમાંથી ગળતેશ્વરના વણાકબોરી ડેમમાં ૧.૫૦ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો હતો. તેમજ સાબરમતી નદીમાંથી વાત્રક નદીમાં ૫૦ હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી ખેડા અને માતરના કાંઠાગાળાના ૧૭ ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાંથી છોડાયેલું પાણી મહી નદીમાં થઈ આગળ ખંભાતના અખાતથી અરબ સાગરમાં ભળી જશે.  મધ્યગુજરાતના આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા માટે કડાણા ડેમ, વણાકબોરી ડેમ અને મહીસાગર નદી પાણીનો મુખ્ય સોર્સ છે. તાજેતરમાં મહીસાગર જિલ્લા, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને પગલે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. 

કડાણા ડેમનું જળસ્તર વધતા સલામતીના ભાગરૂપે ડેમમાંથી ગળતેશ્વરના વણાકબોરી ડેમમાં ૧.૫૦ લાખ ક્યૂસેક પાણી ઠલવાયું હતું. જેથી વણાકબોરી ડેમનું જળસ્તર ૬૯.૯૬ મીટરની સપાટીએ પહોંચી જતાં ડેમ ઓવરફ્લો થયો હતો. 

પરિણામે સલામતીના ભાગરૂપે વણાંકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. જેથી નદીમાંથી પાણી ખંભાતના અખાતમાં થઈ અરબ સાગરમાં ભળી જશે.  હાલ વણાકબોરી ડેમ ઓવરફ્લો થતાં તેમજ સાબરમતી નદીમાંથી વાત્રક નદીમાં ૫૦ હજાર ક્યૂસેક પાણી છોડાયું હોવાથી ખેડા અને માતરના કાંઠાગાળાના હરિયાળા, વાસણા બૂઝર્ગ, વાસણા ખૂર્દ, ચાંદણઆ, સમાદરા, જેસવાપુરા, ખુમારવાડ, કોશિયલ, પીપરિયા, મહેળજ, સોખડા, બરોડા, પાલ્લા અને અસમાલી ગામ તેમજ ખેડા પાલિકા હસ્તકના આંબલિયારા, વિઠ્ઠલપુરા, ખેડા ભાઠા ગામોને એલર્ટ કરાયા છે.  

ખેડા અને આણંદ જિલ્લા માટે ફળદાયી 

હાલમાં વણાકબોરી ડેમ સંપૂર્ણ ભરાયેલો હોવાથી આગામી વર્ષ દરમિયાન ખેડા અને આણંદ જિલ્લામાં પાણીની સમસ્યા નહીં સર્જાય તેવી આશા બંને જિલ્લાવાસીઓમાં સેવાઈ રહી છે. 

જિલ્લાના જળાશયોની હાલની સપાટી

ડેમ-નદીની સ્થિતિ (મીટરમાં)

હાલનું લેવલ

ઓવરફ્લો લેવલ

વણાકબોરી ડેમ

૬૯.૯૬

૬૭.૭૦

કડાણા ડેમ

૧૨૬.૮૨

૨૨૭.૭૨

શેઢી નદી

૩.૮૦

૬.૮૦

વાત્રક ખેડા બ્રિજ

૪.૨

૨૮

રતનપુર બ્રિજ

૪.૪૫

૪૩

સાબરમતી સુભાષબ્રિજ

૩૯.૬૯

૪૪.૯


Google NewsGoogle News