વડોદરાના ઠગ બિલ્ડર અપૂર્વ પટેલે 35 લાખ લઈ લીધા છતાં મકાન અન્ય વ્યક્તિને વેચી માર્યુ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
વડોદરાના ઠગ બિલ્ડર અપૂર્વ પટેલે 35 લાખ લઈ લીધા છતાં મકાન અન્ય વ્યક્તિને વેચી માર્યુ 1 - image

image : Socialmedia

વડોદરા,તા.5 ઓક્ટોબર 2023,ગુરૂવાર

વડોદરાની સિદ્ધિવિનાયક ડેવલોપરના ભાગીદાર અને ઠગ બિલ્ડર અપૂર્વ પટેલ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાય છે. રાજસ્થાનના વ્યક્તિ પાસેથી ફ્લેટના ૩૫ લાખ રૂપિયા લઈ લીધા હોવા છતાં દસ્તાવેજ કરી આપતો ન હતો કે તેમના રૂપિયા પરત પણ આપતો ન હતો. સાઈટ બંધ કરી તેમનો ફ્લેટ અન્ય વ્યક્તિને વેચાણ દસ્તાવેજ કરી આપી ઉપરાંત છેતરપિંડી કરી હતી.

રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાં રહેતા યશ ભરત ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી છે કે શ્રી સિધ્ધી વિનાયક ડેવલોપર્સના ભાગીદાર અપુર્વ દિનેશ પટેલએ મને મેપલ વિસ્ટા સાઈટનો બિલ્ડર હોવાનું જણાવ્યું હતું. જેથી હું તેઓની મેપલ વિસ્ટા સાઈટ ઉપર આવ્યો હતો અને ટાવર-એના પ્રથમ માળે ફ્લેટ નં-101 ફ્લેટ ફ્લેટ બુક કરાવ્યું હતું. ત્યારબાદ તે ફલેટનો બિલ્ડરએ મારા માતા-પિતા ભરત દ્વિવેદીને નોટરીરાઈઝ વેચાણ કરાર કરી આપી ફ્લેટની કિંમતના ટુકડે ટુકડે રૂપિયા 35,00,000 ચેક મારફતે તથા ઓનલાઇન મારફતે મારી પાસેથી મેળવી લીધા હતા. તેમ છતાં બિલ્ડર મને દસ્તાવેજ કરી આપતો ન હતો. જેથી મેં ફલેટના ચૂકવેલા રૂપિયા 35,00,000 પરત નહી આપી તેમજ બાંધકામ પુરુ નહી કરી સાઇટ બંધ કરી દીધી હતી. ઉપરાંત મારી જાણ બહાર આ ફ્લેટ ત્રાહિત વ્યક્તિ નામે પાયલ વિનોદ શેવાનીને વેચાણ દસ્તાવેજ કરી આપી મારી સાથે છેતરપીંડી કરી છે. જેથી પોલીસે ગુનો નોંધી અપૂર્વ પટેલ સામે કાર્યવાહી હાથધરી છે.


Google NewsGoogle News