વડોદરાના પાર્થરાજ જાડેજાએ વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા
ઉઝબેકિસ્તાન ખાતે આયોજીત સ્પર્ધામાં 45 દેશના 2800થી વધુ ફાઇટરોએ ભાગ લીધો હતો
વડોદરા : ઉઝબેકિસ્તાન ખાતે તા.૨૪ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન વર્લ્ડ કપ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ૪૫થી પણ વધારે દેશના ૨,૮૦૦ ઉપરાંત કિક બોક્સરોએ ભાગ લીધો હતો. જેમાં વડોદરાના પાર્થરાજ જાડેજાએ ૯ વર્ષથી ઓછી ઉમરમાં ૩૩થી ઓછું અને ૩૬થી ઓછુ વજન એમ બે કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્ય કર્યુ હતું.
પાર્થે તેની શ્રેણીમાં વિશ્વનાં શ્રેષ્ઠ ફાઇટરોનો સામનો કરીને બે બ્રોન્ઝ મેડલ અને ટ્રોફી પ્રાપ્ત કરીને વિશ્વ ક્રમાંકમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યુ છે.પાર્થરાજે ૩૦થી પણ વધારે રાજ્ય,રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ૨૧ ગોલ્ડ સહિત ૩૫ મેડલ પ્રાપ્ત કરેલ છે.