વરસાદી પાણીમાં ટ્રેક્ટરના આંટા ફેરા મારવાની ના પાડતા યુવક પર ચપ્પુ અને પાઇપથી હુમલો
image : Freepik
Vadodara Crime : વડોદરામાં ધનિયાવી રોડ સૂર્યનગરમાં રહેતો પિંકલ ઈશ્વરભાઈ સોલંકી મકરપુરા જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 26મી તારીખે આઠ વાગે હું મારા પિતા તથા માતા અને ભાઈ ઘરે હતા. વધુ વરસાદ પડવાના કારણે મારા મકાન આગળ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તે વખતે આકાશ ઠાકરડા તથા વિશાલ ઠાકરડા બંને રહેવાસી ભાલીયાપુરા તથા સુનિલ પરમાર રહેવાસી સૂર્યનગર તથા વિકિ જોશી જલારામ નગર મકરપુરા ડેપો પાસે ટ્રેક્ટર લઈ મારા મકાન આગળથી વારંવાર આંટાફેરા મારતા હતા. જેથી વરસાદી પાણી છલકાઈને મારા ઘરમાં આવતું હતું. જેથી મેં તેઓને વારંવાર આટા ફેરા નહીં કરવા માટે જણાવ્યું હતું.
તે અંગેની અદાવત રાખવી રાત્રે 9:30 વાગે ચારેય આરોપીઓ ટ્રેક્ટર લઈને પરત આવ્યા હતા. મને ગાળો બોલી વિકીએ મારા પર હુમલો કર્યો હતો અને વિશાલ, આકાશ તથા સુનિલે મારે લોખંડની પાઇપ પડે મને માર માર્યો હતો. મેં બૂમો પાડતાં અંદરના રૂમમાંથી મારા માતા-પિતા તથા ભાઈ આવીને મને છોડાવવા લાગ્યા હતા. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા ચારેય હુમલાખોરો પાઇપ મૂકીને ભાગી ગયા હતા.