વડોદરા : બૂમો પાડવાનું ના કહેતા સાળા બનેવી પર યુવકનો લોખંડની પાઇપથી હુમલો
image : Freepik
વડોદરા,તા.16 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરાના ડભોઇ રોડ પર પુરાના મકાનમાં રહેતા યુવકને બૂમો પડવાનું કહેતા તેને સાડા બનેવી સાથે ઝઘડો કરી પાઇપ થી હુમલો કર્યો હતો.જેથી બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાડી પોલીસે ઉજાગરાની ફરિયાદના આધારે હુમલાખોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના ડભોઇ રોડ પર આવેલા ઉડાના મકાનમાં રહેતા પ્રકાશભાઇ સોમાભાઇ દેવીપુજક શાકભાજીનો ધંધો કરે છે. તેઓએ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે મહાનગર વુડાના મકાનમાં રહેતો ભગત દેવીપુજક અવાર નવાર તેના મિત્રો સાથે અમારા બ્લોક નીચે બેસી મોડી રાત સુધી મોટે મોટે બોલી બુમો બરાડા પાડવાના કારણે અવાર નવાર ઝઘડો થયો હતો. ગઈ કાલ તા.15/12/2023 ના રાબેતા મુજબ સવારે મારી પેડલ લારી લઈ શાકભાજી ખુટી જતા બપોરે ઘરે આવી ગયો હતો અને સાંજના આશરે પોણા આઠેક વાગ્યે હુ મારા ઘરે જમવા બેઠો હતો તે વખતે ભગત દેવીપુજક મારા બ્લોક નીછે બુમાબુમ કરતો હતો. જેથી હુ તેને આજે તુ અહીં મોડી રાત સુધી બેસીના રહેતો અને જોર જોરથી બોલી બુમાબુમ ના કરતો તેમ કહેવા જતા ભગત દેવીપુજક મને કહેતો હતો કે તને શેની ટણી છે તુ મને કેહવા વાળો કોણ છે. તેમ કહી ગંદી ગંદી ગાળો મને આપતા હું તેને સમજાવવા જતા મારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી મારા બનેવી અરવિંદભાઈ દેવીપુજક વચ્ચે પડતા ભગત વધુ ઉશકેરાઈ લોખંડની પાઈપ લઈ મારા બનેવીએ માથામાં મારી દીધી હતી. હું રોકવા જતા ભગતે મને પણ માથામાં લોખંડની પાઈપ મારા પર પણ પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી અમને બંનેને 108 માં સારવાર માટે S.S.G. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.