Get The App

વડોદરા : ઝેરોક્ષની દુકાનના સંચાલકે બાળકીની છેડતી કરતા પરિવારજનોએ મેથીપાક ચખાડ્યો

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
વડોદરા : ઝેરોક્ષની દુકાનના સંચાલકે બાળકીની છેડતી કરતા પરિવારજનોએ મેથીપાક ચખાડ્યો 1 - image


Vadodara Crime : વડોદરા શહેરમાં નિઝામપુરા વિસ્તારમાં આવેલ ઝેરોક્ષના સંચાલક દ્વારા બાળકીની છેડતી કરવા બાબતે પરિવારના સભ્યોએ ભેગા થઈને દુકાન સંચાલકને માર મારી તેને પોલીસને સોપ્યો હોવાની ઘટના જાણવા મળી રહી છે. બાળકીની છેડતી કરનાર ઇસમ ભાજપની એક મહિલા કાર્યકર્તાનો સંબંધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા ઝેરોક્ષની દુકાન ચલાવવામાં આવી રહી છે. દરમિયાન અહીં એક બાળકીની તેના દ્વારા છેડતી કરવામાં આવતી હતી. આ મામલે બાળકીએ તેના પરિવારના સભ્યોને જાણ કરી હતી. જેથી તેઓ આજે એકઠા થયા હતા અને ઝેરોક્ષની દુકાન ખાતે પહોંચીને હોબાળો મચાવીને ઝેરોક્ષ સંચાલકને માર મારી તેને ફતેગંજ પોલીસ મથકે લઈ ગયા હતા અને ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. થઈ રહેલી ચર્ચા મુજબ ઝેરોક્ષ સંચાલક ઈસમ અહીંના વોર્ડની ભાજપની મહિલા કાર્યકર્તાનો સંબંધી છે. મહિલા કાર્યકર્તા કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા હોવાનું કહેવાય છે.


Google NewsGoogle News