વડોદરા : જીઇબીના થાંભલા પર ઇલેક્ટ્રિક વાયરો લગાવતા અચાનક કરંટ લાગ્યો : એકનું મોત

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
વડોદરા : જીઇબીના થાંભલા પર ઇલેક્ટ્રિક વાયરો લગાવતા અચાનક કરંટ લાગ્યો : એકનું મોત 1 - image

image : freepik

વડોદરા,તા.27 નવેમ્બર 2023,સોમવાર

વડોદરા જિલ્લાના ડભોઇ પાસે વેગા ચોકડી નજીકની નીમાં રાઈસ મીલની પાછળ જીઇબીની લાઈનના કામ ચાલે છે. જેમાં રમેશ હીરાભાઈ પટેલના માણસો ભૂરા મના રાવળ, અરવિંદ સોમાભાઈ બારીયા, દિલીપ મનાભાઈ રાઠવા, નટુ ગાગુભાઈ રાવળ જીઇબી લાઈનનું કામ કરતા હતા જીઇબીના થાંભલા ખાડા ખોદી લાગી ગયેલ હોવાથી થાંભલા પર ચડી અરવિંદ અને દિલીપ ઈલેક્ટ્રીક એલ્યુમિનિયમના વાયરો લગાવવા માટે કામ કરતા હતા ત્યારે અચાનક અરવિંદ અને દિલીપે બુમો પાડી કે કરંટ લાગ્યો છે. જેથી દિલીપ થાંભલા પરથી નીચે પડી ગયેલો અને અરવિંદ થાંભલા પર જ લટકી ગયેલો બાદમાં તેને નીચે ઉતારી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે તેનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.


Google NewsGoogle News