Get The App

વડોદરા : ટ્રેનમાં મુંબઇ જતી મહિલાના 76 હજારની મતા ભરેલા પર્સની ચોરી

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
વડોદરા : ટ્રેનમાં મુંબઇ જતી મહિલાના 76 હજારની મતા ભરેલા પર્સની ચોરી 1 - image

image : Freepik

વડોદરા,તા.19 ફેબ્રુઆરી 2024,સોમવાર

ગરીબ રથ ટ્રેનમાં બેસી મુબઇ જતી વેળા મહિલા એસી કોચમાં ઉઘી ગયા હતા. દરમિયાન રાત્રીના સમયે કોઇ ગઠિયો તેમના એપલનો મોબાઇલ તથા રોલેક્ષની ઘડિયાળ મળી 76 હજારની મતા ભરેલા પર્સની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જેથી મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

 મુંબઇ ખાતે રહેતા રીંકલબેન સંજય જોગાતરે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 9 જાન્યુઆરીના રોજ પાલના રેલવે સ્ટેશનથી ગરીબરથ ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરીને અમે મુંબઇ પરત જતા હતા. તે દરમિયાન રાત્રીના સમયે જમીને ટ્રેનમાં ઉઘી ગયા હતા. દરમિયાન ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર રાતના અઢી વાગ્યાના અરસામાં પહોંચી હતી. ત્યારે અમે ઉંઘમાંથી જાગ્યા હતા. ત્યારે મારુ એપલનો મોબાલ તથા રોલેક્ષની ઘડિયાળ મળી 76 હજારની મત્તા ભરેલું પર્સ કોઇ ગઠિયો અમારી ઉંઘનો લાભ લઇને ચોરી ગયું હતું. જેથી આસપાસમાં તપાસ કર હતી પરંતુ મળી નહી આવતા રેલવે પોલીસને જાણ કરી હતી.


Google NewsGoogle News