વડોદરાને નવા વર્ષે નવા સ્ટેડિયમની ભેટ મળશે, વર્ષારંભે ઇન્ટરનેશલ મેચ પણ રમાશે

૩૦ હજાર પ્રેક્ષકોને સમાવી શકે તેવું અને ૨૦ પીચ, ડે એન્ડ નાઇટ માટે લાઇટિંગની આધુનિક સુવિધા

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
વડોદરાને નવા વર્ષે નવા સ્ટેડિયમની ભેટ મળશે, વર્ષારંભે ઇન્ટરનેશલ મેચ પણ રમાશે 1 - image


વડોદરા : બરોડા ક્રિકેટ એસોસિએસનનું કોટંબી ખાતે આકાર પામી રહેલ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમનું કામ પૂર્ણ થવાના આરે છે અને નવા વર્ષના પ્રારંભમાં આ સ્ટેડિયમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાય તેવુ આયોજન થઇ રહ્યું છે. 

આ અંગે વાત કરતા બીસીએના સીઇઓ સ્નેહલ પરીખે કહ્યું હતું કે કોટંબી સ્ટેડિયમનું કામ પડકારજનક હતું. જમીન સંપાદનથી લઇને મુખ્યા માર્ગથી મેદાન સુધી પહોંચવાના રસ્તાઓની પણ સમસ્યા હતા પરંતુ યુવા પ્રમુખ પ્રણવ અમીને આ પડકારો ઉપર જીત મેળવીને આખરે વડોદરાને આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ ભેંટ આપવા જઇ રહ્યા છે. છેલ્લે ૩૦ મીટરના એપ્રોચ રોડની સમસ્યા હતી તે પણ સ્થાનિક આગેવાનો અને રાજ્ય સરકારના સહયોગથી ઉકેલાઇ ગઇ છે. ૩૦ હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા કોટંબી સ્ટેડિયમમાં મુખ્ય મેદાન પર ૧૧ વિકેટ, જેમાં ૫ કાળી માટી અને ૬ લાલ ગણદેવી અને મુંબઈની માટીની વિકેટોનો સમાવેશ થાય છે. સ્ટેડિયમના બીજા મેદાન પર ૯ વિકેટ સાથે કુલ ૨૦ થી વધુ વિવિધ પ્રકારની વિકેટો છે. ઇન્ડોર પ્રેક્ટિસ સુવિધાઓ, સ્વિમિંગ પૂલ, ડે એન્ડ નાઇટ મેચ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની લાઇટિંગ સુવિધા પણ ધરાવે છે. બરોડા કોટંબી સ્ટેડિયમ વિશ્વના કોઈપણ શ્રે ક્રિકેટ સ્ટેડિયમની તુલનામાં અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ તરીકે તૈયાર થઈ રહ્યું છે.ગુજરાત ટાઇટન્સ ટીમે આ મહિનાની ૧૭મીથી કોટંબી સ્ટેડિયમમાં થોડા દિવસો માટે સાંજે ૪.૩૦ થી ૯.૩૦ સુધી ફ્લડ લાઇટ હેઠળ પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે સીઇઓ સ્નેહલ પરીખ બીસીએના રેકોર્ડ ધારક પૂર્વ ક્રિકેટર છે, તેઓ બરોડાના પ્રથમ ખેલાડી છે જેણે તેની પ્રથમ રણજી ટ્રોફી મેચમાં સદી ફટકારી હતી.તેઓએ ૧૯૮૪ થી ૧૯૮૮ સુધી ઉત્તરી આયરલેન્ડ યુનાઇટેડ કિંગડમમાં કાઉન્ટી ક્રિકેટ રમી હતી.


Google NewsGoogle News