Get The App

વડોદરા : ટાંકીના બેઝમાં કામગીરી કરવાની હોવાથી ઉંડેરા પાણીની ટાંકીથી આજે પાણી વિતરણ નહીં થાય

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
વડોદરા : ટાંકીના બેઝમાં કામગીરી કરવાની હોવાથી ઉંડેરા પાણીની ટાંકીથી આજે પાણી વિતરણ નહીં થાય 1 - image

વડોદરા,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર

ઉંડેરા ગામમાં આવેલ પાણીની ટાંકી ખાતે તેના બેઝમાં આઈપીએસ કરવાની કામગીરી કરવાની હોવાથી આજે ઊંડેરા ગામ ટાંકી ખાતેથી પાણી વિતરણ ન થઈ શકતા અંદાજે 50 હજાર લોકોએ હાલાકી વેઠવી પડશે.

પાલિકાના પાણી પુરવઠા શાખાની ઉંડેરા ગામ ખાતે આવેલી પાણીની ટાંકીના બેઝમાં આઇપીએસની કામગીરી આજે સવારના પાણી વિતરણ કર્યા બાદ હાથ ધરવામાં આવનાર છે. જેથી આજે મંગળવારે સાંજના સમયે વિતરણ કરવામાં નહીં આવે. જેથી ગામના પરા વિસ્તાર, માઇ કૃપા સોસાયટી, દત્ત વિહાર સોસાયટી, અક્ષરધામ સોસાયટી, ભાઈલાલભાઈ પાર્ક સોસાયટી, શક્તિનગર, સૂર્યનગર સોસાયટી, શ્રીજી સોસાયટી, ઊંડેરા ગામ, હરીજન વાસ, આવાસ વિસ્તાર તેમજ તેની આસપાસના તમામ વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં. તેમ જ આવતીકાલે તારીખ 24ને બુધવારના રોજ સવારના સમયનું પાણી નિયત સમય કરતા વિલબથી અને ઓછા દબાણથી વિતરણ કરાશે. જેને કારણે અંદાજે અડધો લાખ નાગરિકોએ હાલાકી વેઠવી પડશે.


Google NewsGoogle News