Get The App

વડોદરા : કાર ખરીદવાના બહાને છેતરપિંડી આચરનાર ઠગ દુમાડ ચોકડી પાસેથી ઝડપાયો

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
વડોદરા : કાર ખરીદવાના બહાને છેતરપિંડી આચરનાર ઠગ દુમાડ ચોકડી પાસેથી ઝડપાયો 1 - image

વડોદરા,તા.23 નવેમ્બર 2023,ગુરૂવાર

વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા માલિક પાસેથી કાર ખરીદ કર્યા બાદ તેના રૂપિયાની ચૂકવણી નહી કરીને  છેતરપિંડી કરનાર ઠગ ક્રાઇમ બ્રાન્ચે દુમાડ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઠગે ચૂકવણી પેટે આપેલો ચેક બેન્કમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. આરોપીને કાર સાથે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો આવ્યો છે.

મૂળ પાલગઢ જિલ્લાના અને હાલમાં અકોટા વિસ્તારમાં રહેતા ટી.વી.અનંતસુબ્રમણ્યને પોતાના કાર વેચવાના હોય ઓનલાઇન સાઇટ પર વેચાણ અર્થે 24 ઓક્ટોબરના રોજ મુકી હતી. ત્યારે ધવલ હરસોરાએ તેમના ફોન કરીને ખરદીવાના તૈયારી બતાવી હતી. જેથી તેઓ 95 હજાર કાર વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. જેથી તેઓએ તેને ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય વાળી ઓફિસના પાર્કિંગમાં તેને કાર વેચાણથી આપી હતી. ત્યારે 28 ઓક્ટોબરના રોજની મુદ્દતનો ચેક આપ્યો હતો. પરંતુ તે ચેક બેન્કમાં ડિપોઝિટ કરાવતા બાઉન્સ થયો હતો. જેથી તેઓ કાર ખરીદનાર પાસે રૂપિયાની માગણી કરી રૂપિયા ચૂકવી આપીશ તેવો વિશ્વાસ આપ્યો હતો પરંતુ ત્યારબાદ કોઇ રકમ નહી ચૂકવીને છેતરપિંડી આચરી હતી. જેની તેઓ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ઠગ નાસતો ફરતો હતો.

દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન ઠગાઇ કરનાર આરોપી ધવલ ધીરુ હરસોરા (રહે. રત્નાપાર્ક સોસાયટી ઇસમપુર અમદાવાદ) કાર સાતે અમદાવાદથી વડોદરા તરફ આવતો હોવાની બાતમી મળી હતી. જેનાઆધારે ક્રાઇમ બ્રાન્ચે દુમાડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન કાર લઇને આવેલા ધવર હરસોરાને ઝડપી પાડ્યો હતો. જેથી આગળની કાર્યવાહી માટે આરોપીને કાર સાથે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.


Google NewsGoogle News