Get The App

સિંગાપુરમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ કરનાર ગઠિયો 13 વર્ષે ઝડપાયો

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
સિંગાપુરમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ કરનાર ગઠિયો 13 વર્ષે ઝડપાયો 1 - image


Vadodara Fraud Case : સિંગાપુરમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરનાર ઠગને પોલીસે ભરૂચ ખાતેથી ઝડપી પાડ્યો છે. 

સિંગાપુરમાં નોકરી અપાવવાના નામે મોટી વાતો કરી સિંગાપુર લઈ ગયા બાદ ગ્રાહકોને છોડી દઈ છેતરપિંડી કરનાર અલ્કેશ અનિલભાઈ પટેલ (કારેલા ગામ, ભરૂચ હાલ-રહે મંગલા પાર્ક સોસાયટી, દહેજ બાયપાસ રોડ ભરૂચ) સામે કારેલીબાગ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઈમ બ્રાન્ચમાં અલગ-અલગ બે ગુના નોંધાયા હતા. 

આ પૈકી એક ગુનામાં ઠગે 2.50 લાખ તેમજ બીજા ગુનામાં 3.50 લાખ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. 13 વર્ષથી ફરાર આરોપી દહેજ બાયપાસ રોડ પર મંગળા પાર્ક ખાતેના ભાડાના મકાનમાં રહેવા માટે આવ્યો હોવાની વિગતો મળતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો.


Google NewsGoogle News