Get The App

વડોદરા : ગરમીના કારણે મકાનનો દરવાજો ખુલ્લો રાખતા ચોર બે મોબાઈલ ફોન લઈ ગયા

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
વડોદરા : ગરમીના કારણે મકાનનો દરવાજો ખુલ્લો રાખતા ચોર બે મોબાઈલ ફોન લઈ ગયા 1 - image

image : Freepik

- ડિનર પાર્ટી બાદ વહેલી સવાર સુધી જાગેલા મિત્રો મકાનનો દરવાજો ખુલ્લો રાખીને સૂઈ ગયા હતા તેનો લાભ ઉઠાવીને ચોર ઘરમાં ઘૂસીને બે મોબાઈલ ફોન ચોરી ગયો હતો

વડોદરા,તા.03 નવેમ્બર 2023,શુક્રવાર

મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે રહેતો કુશાન રાજીવભાઈ ભાવનાની હાલમાં પારુલ યુનિવર્સિટી કેમ્પસમાં રહે છે અને ડિપ્લોમા કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેણે જણાવ્યું છે કે, ગત 28મી ઓક્ટોબર હું તથા મારા મિત્ર ભેગા થઈને વૈકુંઠ સોસાયટીમાં રહેતા મારા અન્ય મિત્રના મકાને વૈકુંઠ સોસાયટીમાં વાઘોડિયા રોડ ખાતે ડિનર પાર્ટીમાં ગયા હતા અમે બધા મિત્રો વહેલી સવારે 5:00 વાગ્યા સુધી જાગ્યા હતા અને ત્યારબાદ અમે સુઈ ગયા હતા. અમારી રૂમમાં 10 જેટલા યુવકો હોવાથી અને ગરમીના કારણે મકાનનું મુખ્ય દરવાજો ખુલ્લો રાખ્યો હતો. તે દરમિયાન કોઈ ચોર મકાનમાં ઘૂસીને મારો તથા મારા મિત્ર સૂર્યદેવનો મોબાઇલ ફોન ચોરી ગયા હતા.


Google NewsGoogle News