Get The App

રક્ષાબંધન કરવા બહેનના ઘરે ગયેલા ભાઈના ઘરમાંથી પોણા ચાર લાખની ચોરી

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
રક્ષાબંધન કરવા બહેનના ઘરે ગયેલા ભાઈના ઘરમાંથી પોણા ચાર લાખની ચોરી 1 - image

Image : Freepik

Vadodara Theft Case : વડોદરાના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ હરિયાળી હોટલની પાછળ મધુરમ બંગ્લોઝમાં રહેતા મૃગેશ નલિનચંદ્ર સોની ગેંડા સર્કલ પાસે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 17મી તારીખે સાંજે 5:00 વાગે તેઓ મકાનના બ્લોક મારી અમદાવાદ ખાતે રહેતા તેમના મોટા બહેનના ઘરે રક્ષાબંધન કરવા પરિવાર સાથે ગયા હતા અને ત્યાંજ રાત્રે રોકાઈ ગયા હતા.

ગઈકાલે(18 ઓગસ્ટ) સવારે કામવાળી બાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે તમારા ઘરનો ગેટ તેમજ લોખંડની જાળી તૂટેલી છે અને દરવાજા ખુલ્લા છે. ત્યારબાદ તેઓ ઘરમાં ચોરી થયાનું જણાય આવતા વડોદરા પરત આવ્યા હતા. અને ઘરમાં તપાસ કરી તો ઘરમાંથી પાંચ તોલા ઉપરાંતના સોનાના દાગીના તથા ચાંદીના દાગીના અને રોકડા 1.73 લાખની ચોરી થયાનું જણાઈ આવ્યું હતું. જેથી તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 


Google NewsGoogle News