વડોદરા : પ્રેમ લગ્ન કરનાર યુવતીના કુટુંબીજનોનો દંપતી પર ચાકુથી હુમલો
image : Freepik
વડોદરા,તા.4 જાન્યુઆરી 2024,ગુરૂવાર
વડોદરાના આજવા રોડ પર સયાજીટાઉનશિપ પાસે મહાકાળી વુડાના મકાનમાં રહેતી યુવતીએ પોતાના કુટુંબી પરિવારની વિના પાડોશમાં રહેતા યુવક સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ કુટુંબના સભ્યોને મંજુર ન હતું. યુવતીના કાકા, કાકી અને ભાઇ મળીને સાત લોકો પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને માર માર્યો હતો. જેમાં કાકા અને કાકીએ ચાકુથી ભત્રીજી તથા તેના પતિ પર હિંસક હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયું હતું. બાપોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
શહેરના આજવા રોડ પર સયાજીટાઉનશિપ પાસે વુડાના મકાનમાં રહેતા જ્યોતિબેન મિહિર સિન્દેએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2023માં મારી મરજીથી મે અમારા મહાકાળી વુડાના મકાનમાં રહેતા મિહિર સાથે મારા પરિવારની મરજી વગર લગ્ન કર્યા હતા. લગ્ન બાદ છેલ્લા 6 માસથી મારા પતિ સાથે વારસિયા સિવધારા સોસાયટીમાં રહેતી હતી. છેલ્લા 13 દિવસથી હુ મારા પતિ સાથે તેના મકાનમાં રહેવા માટે આવી હતી. દરમિયાન 3 જાન્યુઆરીના રોજ રાત્રી સમયે હુ પતિ ઘરે નીચે ઉતરતા હતા. તે દરમિયાન મારા પરિવારના સભ્યોએ અમારા સાથે ઝઘડો કરીને અમને બંનેને માર મારવા લાગ્યા હતા. ત્યારે મારા કાકી પિન્કી તથા કાકા ડાહ્યાભાએ ચાકુથી મારા તથા મારા પતિના પર હુમલો કર્યો હતો. મારી મમ્મી મારી સાથે વાતો કરતી હોય મારા કુટુંબીઓએ મમ્મીને પણ માર માર્યો હતો. ત્યારબાદ સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. જેથી અમને બંનેને ગંભીર ઇજા પહોંચી હોય સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી બાપોદ પોલીસે પિન્કીબેન ડાહ્યા હીમારવાડી, ડાહ્યા હિમારવાડી, લાલા હીમારવાડી, સોનીબેન લાલા હીમારવાડી, ગબા હિમારવાડી, શાંતિબેન ગબા હીમારવાડી તથા વિજય રાજુ હિમારવાડી સામે ગુનો નોંધી તેમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.