વડોદરાના હરણીમાં રસ્તા બંધ અંગેની જાહેરાતમાં છબરડો : ક્યારથી રસ્તો બંધ થશેની તારીખ પ્રસિદ્ધ કરી નહિ

Updated: May 28th, 2024


Google NewsGoogle News
વડોદરાના હરણીમાં રસ્તા બંધ અંગેની જાહેરાતમાં છબરડો : ક્યારથી રસ્તો બંધ થશેની તારીખ પ્રસિદ્ધ કરી નહિ 1 - image


Vadodara News : વડોદરા પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા રસ્તો બંધ રહેવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. એચ.એસ. ફીડર નળીકાના કારણે રસ્તો બંધ રહેવાની જાણ કરવામાં આવી છે પરંતુ કઈ તારીખથી માર્ગ બંધ રહેશે? તે અંગેનો કોઈ ઉલ્લેખ કરવામાં ન આવતા સામે આવ્યો છે.

જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના ઉત્તર ઝોન, વહીવટી વોર્ડ નંબર ૩માં સમાવિષ્ટ સમા નોર્થ હરણી વિસ્તારમાં ઊર્મિ સ્કુલ ચાર રસ્તા (અબેકસ સર્કલ)થી નોર્થ હરણી પાણીની ટાંકી સુધી નવિન 600 મીમી ડાયાની એચ.એસ. ફીડર નળિકા નાંખવાના કામે અબેકસ સર્કલથી ચેતક બ્રીજ સુધી પાણીની નવિન નળિકા નાંખવાની કામગીરીનું આયોજન કરેલ હોઇ સદર કામગીરી અંતર્ગત પાઇપો, માટી ખોદાણ તથા મશીનરીની હેરફેરને ધ્યાને લઈ તથા નાગરિકોની સલામતીને ધ્યાને રાખી સદર રસ્તો કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અબેકસ સર્કલથી ચેતક બ્રીજ તરફ જતા જમણી બાજુનો રસ્તો આંશિક ધોરણે ડાયવર્ઝન આપી બંધ કરી તેના વિક્લપ સ્વરૂપે ડાબી બાજુના રોડ તરફ રસ્તો ડાયવર્ટ કરવામાં આવશે. જે જાણમાં લઇ નાગરિકોને અવર-જવર માટે આજુબાજુનો વૈકલ્પીક રસ્તો ઉપયોગમાં લઇ શકાશે. કઈ તારીખથી રસ્તો બંધ રહેશે? તેની સ્પષ્ટતા ન કરાતા પાણી પુરવઠા વિભાગનો છબરડો સામે આવ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે આજથીમાર્ક બંધ કરી દેવામાં આવ્યો છે.


Google NewsGoogle News