Get The App

સીએમએ ફાઈનલમાં વડોદરાનો વિદ્યાર્થી દેશમાં ૧૫મા સ્થાને, ઈન્ટરમાં બે વિદ્યાર્થી ટોપ-૫૦માં

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
સીએમએ ફાઈનલમાં વડોદરાનો વિદ્યાર્થી દેશમાં ૧૫મા સ્થાને, ઈન્ટરમાં બે વિદ્યાર્થી ટોપ-૫૦માં 1 - image

વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા જૂન મહિનામાં લેવાયેલી ઈન્ટર તેમજ ફાઈનલ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર થયું છે.જેમાં સીએમએ ઈન્ટરમાં વડોદરાની જુહી  કમલ ભરવાનીએ સમગ્ર દેશમાં ૩૧મો અને સિધ્ધાર્થ જાડેજાએ દેશમાં ૩૨મો ક્રમ મેળવ્યો છે.જ્યારે સીએમએ ફાઈનલમા વડોદરાના પ્રથમ મહેતાએ ૧૫મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.વડોદરામાંથી ૧૧ વિદ્યાર્થીઓએ સીએમએની ડિગ્રી મેળવી છે.

સીએમએના વડોદરા ચેપ્ટર દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે  સીએમએ ફાઈનલમાં ગુ્રપ ૧ની પરીક્ષા આપનારા ૯૦ પૈકી સાત, ગુ્રપ બેની પરીક્ષા આપનારા ૭૩ પૈકી ૧૦ અને બંને ગુ્રપની પરીક્ષા આપનારા ૩૭ પૈકી પાંચ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

જ્યારે સીએમએ ઈન્ટરમાં ગુ્રપ એકની પરીક્ષા આપનારા ૧૭૦ પૈકી ૨૪, ગુ્રપ બેની પરીક્ષા આપનારા ૧૮૦માંથી ૪૩ અને બંને ગુ્રપની પરીક્ષા આપનારા ૫૪માંથી ૬ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ૪૨ વિદ્યાર્થીઓએ ઈન્ટર પરીક્ષા પાસ કરી છે.

દેશના ટોપ-૫૦માં  સ્થાન મળશે તેવી આશા હતી 

રોજ આઠ કલાક વાંચતો હતો.મહેનત, ફોકસ અને સમર્પણના કારણે સફળતા મળી છે.મને દેશના ટોપ-૫૦મા સ્થાન મળશે તેવી આશા હતી પણ આટલી સારી રેન્ક આવશે તેવું વિચાર્યું નહોતું.મારુ બીકોમ પણ સીએમએની સાથે જ પૂરુ થયું છે.મુંબઈમાં યોજાનારા કેમ્પસ ઈન્ટરવ્યૂમાં જવાનો છું.પિતા રિટેલ બિઝનેસ કંપનીમાં જનરલ મેનેજર છે અને માતા સ્ટુન્ડટ કાઉન્સિલર છે.કોસ્ટ એકાઉન્ટિંગમાં મને રસ પડતો હોવાથી સીએમએનો અભ્યાસ પસંદ કર્યો હતો.

પ્રથમ નંદકિશોર મહેતા, ૮૦૦માંથી ૪૮૩ માર્કસ, સીએમએ ફાઈનલમાં દેશમાં ૧૫મી રેન્ક

રેન્ક લાવવી છે તેવું વિચારીને  તૈયારી કરી હતી

રેન્ક લાવવી છે તેવુ વિચારીને જ પરીક્ષા આપી હતી.પેપર અઘરા હોવાથી થોડો આત્મવિશ્વાસ ડગમગ્યો હતો પણ છેવટે  રેન્ક આવી છે.હું સીએ ફાઈનલ માટે પણ તૈયારી કરી રહીં છું.પિતા  રેડીમેડ કાપડનો વેપાર કરે છે અને માતા હાઉસવાઈફ છે.

જુહી કમલ ભરવાની, ૮૦૦માંથી ૫૩૪ માર્કસ, સીએમએ ઈન્ટરમાં દેશમાં ૩૧મી રેન્ક



Google NewsGoogle News