પર્યાવરણના સંદેશ સાથે વર્લ્ડ રેકોર્ડ કરવાના હેતુથી વડોદરાની વિદ્યાર્થિનીની 3700 કિમી.ની સાયકલ યાત્રા

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
પર્યાવરણના સંદેશ સાથે વર્લ્ડ રેકોર્ડ કરવાના હેતુથી વડોદરાની વિદ્યાર્થિનીની 3700 કિમી.ની સાયકલ યાત્રા 1 - image

પર્યાવરણના રક્ષણ માટે કાશ્મીરથી કન્યાકુમારીની 3700 કિ.મી. સાઈકલ યાત્રાએ ધો.10માં ભણતી વડોદરાની વિદ્યાર્થિની વર્લ્ડ રેકોર્ડ કરવાના ઇરાદે કાશ્મીરથી પ્રસ્થાન કરીને આજે લુધિયાણા પહોંચી  છે.  કલમ 370 નાબૂદી બાદ શરૂ કરાયેલા પ્રવાસમાં કાશ્મીરમાં જનજીવન તદ્દન સામાન્ય અનુભવવા સહિત આતંકવાદીઓનો કોઈપણ જાતનો ડરનો માહોલ હવે રહ્યો નહીં હોવાનું આ વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં વાઘોડિયા રોડની નારાયણ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી સમધી પટેલ કાશ્મીરથી કન્યાકુમારી એન્વાયર્નમેન્ટના બચાવનો સંદેશો વહેતો કરવાના ઇરાદે નીકળી છે. આ દીકરી સાથે તેના પિતા કલ્પેશભાઈ કે જે એડવેન્ચર ટ્રેકિંગ ટુર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ પણ પુત્રી સાથે છે. ઉલ્લેખનીય છે કે એક વિશ્વ વિક્રમ કરવાના ઇરાદે સાઇકલ પ્રવાસે નીકળેલી સમધી પટેલ 3700 કિલોમીટરનું આ અંતર 11 દિવસમાં પૂરું કરવાની ખેવના ધરાવે છે.

અગાઉ આ રેકર્ડ 11 દિવસ  23 કલાકનો છે. જે બાદ હવે આ રેકોર્ડ 11 દિવસમાં પૂરો કરવાની ઈચ્છા છે.

હાલ શિયાળાની મોસમમાં હાડ થીજાવતી ઠંડીમાં આ વિદ્યાર્થિનીએ પોતાના શરીરના રક્ષણ માટે ખાસ પ્રકારની સાઇકલ જરસી સાથે પ્રસ્થાન કર્યું છે.

પ્રતિદિન 300 કિલોમીટરની સાયકલિંગ કરવાના ઇરાદે નીકળેલી આ વિદ્યાર્થિનીને કાશ્મીર ના જે એન્ડ કે ટુરિઝમ વિભાગ દ્વારા  લાલ ચોકથી ફ્લેગ ઓફ ગઈકાલે આપવામાં આવ્યું હતું.

રાત્રિ દરમિયાન ખાસ કોઈ વન્યજીવોનો સામનો કરવાની નોબત આવી નથી કે પછી આગામી દિવસોમાં પણ નહીં આવે એવો મક્કમ ઈરાદો પણ આ વિદ્યાર્થિની એ વ્યક્ત કર્યો હતો.



Google NewsGoogle News