Get The App

વડોદરાનો વિદ્યાર્થી ૧૨ કિલો વજનનો ૫૪૦ મીટર લાંબો સાફો પહેરી ગરબે ઘૂમ્યો

Updated: Oct 4th, 2022

GS TEAM


Google News
Google News
વડોદરાનો વિદ્યાર્થી ૧૨ કિલો વજનનો ૫૪૦ મીટર લાંબો સાફો પહેરી ગરબે ઘૂમ્યો 1 - image

વડોદરાઃ વડોદરા શહેરમાં નવરાત્રી પર્વમાં ગરબે ઘૂમતા હજારો ખેલૈયાઓ વચ્ચે માંજલપુર વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીએ ગરબા ગ્રાઉન્ડમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

માંજલપુરના રહેવાસી મહર્ષિ વ્યાસ દર વર્ષે આઠમના દિવસે સાફો પહેરીને રમે છે.આમ તો ગરબા મેદાનોમાં ઘણા ખેલૈયાઓ સાફો કે પાઘડી પહેરીને રમતા હોય છે પણ મહર્ષિને વિચાર આવ્યો હતો કે, સૌથી લાંબો સાફો પહેરીને ગરબા ગાવા જોઈએ.

મહર્ષિ કહે છે કે, મારા ધ્યાનમાં જે આવ્યુ છે તે પ્રમાણે સૌથી લાંબો સાફાનો રેકોર્ડ બિકાનેરના કોઈ રહેવાસીના નામે છે.જેણે ૪૫૦ મીટર જેટલા લાંબા કાપડનો સાફો પહેર્યો હતો.એ પછી  મેં તેના કરતા વધારે લાંબો સાફો પહેરવાનુ વિચાર્યુ હતુ.

મહર્ષિનુ કહેવુ છે કે, મેં સાફા પહેરાવવામાં જાણકાર રોનક દવેનો સંપર્ક  હતો.૩ ઓક્ટોબરના રોજ તેમની મદદથી નવ મીટરના એક એવા ૬૦ સાફા માથા પર બાંધ્યા હતા.રોનકભાઈએ માત્ર ૪૪ મિનિટમાં આ સાફો બાંધી આપ્યો હતો અને તે પણ એક રેકોર્ડ છે.સાફામાં વપરાયેલા કાપડની કુલ લંબાઈ ૫૪૦ મીટર થવા જતી હતી.તેના પર સળગતા દીવા પણ મુકવામાં આવ્યા હતા.સાફાનુ કુલ વજન ૧૨ કિલો થવા જતુ હતુ.

મહર્ષિ વ્યાસ આ સાફો પહેરીને લક્ષ્મી વિલાસ પેલેસ અને ત્યાર બાદ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના નવલખી મેદાનમાં ગરબે ઘૂમ્યો હતો .તેનો વિરાટકાય સાફો અન્ય ખેલૈયાઓમાં પણ આકર્ષણનુ વિષય બન્યો હતો.


Tags :