કળિયુગી પુત્રએ મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી ઘરનો સોદો કર્યો, પિતા ગુજરી જતા માતાને બિન વારસી છોડી દીધી

Updated: May 11th, 2024


Google NewsGoogle News
કળિયુગી પુત્રએ મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી ઘરનો સોદો કર્યો, પિતા ગુજરી જતા માતાને બિન વારસી છોડી દીધી 1 - image


Vadodara News : વડોદરાના ગોરવા વિસ્તારમાં કળિયુગી દીકરાએ તેના માતા-પિતા સાથે કરેલા વ્યવહારને પગલે સોસાયટીના રહીશો આઘાતજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. 

ગોરવામાં રહેતા પુત્રએ થોડા સમય પહેલા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હતા. ત્યારબાદ તેણે મકાન થર્ડ પાર્ટીને દસ્તાવેજ વગર વેચી દીધું હતું. 

દરમિયાનમાં એક વર્ષ પહેલા પિતાનું મૃત્યુ થતાં માતા એકલા વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. દસેક દિવસ પહેલા દીકરો વૃદ્ધાશ્રમમાંથી માતાને લઈ આવ્યો હતો અને બિન વારસી હાલતમાં છોડી દીધા હતા. ત્યારબાદ તે ક્યાં ચાલ્યો ગયો હતો તેની કોઈને ખબર નથી. 

બીજી તરફ અતિ ધાર્મિક વૃત્તિના વૃદ્ધા ચાર દિવસથી દશામાના મંદિરના ઓટલે લાવારીસ હાલતમાં પડી રહેતા હતા. જેથી તેઓને જોઈ રહીશોને દયા આવતી હતી અને તેઓ વૃદ્ધાને ખાવા પીવાની સગવડ કરી આપતા હતા. સોસાયટીના એક રહિશ પોતાના ઘેર પણ લઈ ગયા હતા અને ત્યારબાદ હવે અભયમને જાણ કરી હતી.

અભયમની ટીમે બધાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાવ્યો હતો અને તેના દીકરાની શોધ ખોળ હાથ ધરી છે.

    


Google NewsGoogle News