ધુળેટીની સાંજે મેદાનમાં દારૂની મહેફીલમાં માણતા છ નશેબજો ઝડપાયા

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
ધુળેટીની સાંજે મેદાનમાં દારૂની મહેફીલમાં માણતા છ નશેબજો ઝડપાયા 1 - image

image : Freepik

વડોદરા,તા.26 માર્ચ 2024,મંગળવાર

ધુળેટીની સાંજે માંજલપુર વિસ્તારમાં દારૂની મહેફીલ માણવા બેઠેલા છ નશેબાજોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે દારૂની અડધી બોટલ ગ્લાસ અને મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વડોદરામાં માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોળી ધુળેટીના તહેવાર સંદર્ભે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન શિવમ વિદ્યાલયની પાસે આવતા ખુલ્લા ગ્રાઉન્ડમાં પાંચથી છ લોકો ગોળ કુંડાળું વળી દારૂ પીવા બેઠા હતા. જેથી પોલીસે કોર્ડન કરીને તેઓને પકડી લીધા હતા. પોલીસે દારૂની અડધી બોટલ તથા પાંચ મોબાઇલ ફોન સહિત 30,300 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે. જ્યારે પકડાયેલા નશેબજોમાં (1)  ઈરફાન હસનભાઈ વોરા (રહે.પરિશ્રમ નગર સુસેન મકરપુરા) (2)  નિલેશ ભીખાભાઈ પરમાર (રહે.મારુતિ ધામ હાઉસિંગ બોર્ડ જીઆઇડીસી માંજલપુર ) (3) સુનિલ શિવ કરણસિંહ પઢિયાર (રહે.હરીનગર રામનગર) (4)  સુરેન્દ્રસિંહ શિવ કર્ણ સિંહ પઢીયાર(રહે.રીસીપાર્ક ડભોઇ રોડ) (5) ચેતન નરેશભાઈ સાધુ (રહે.શિવાજીનગર માંજલપુર) તથા (6) વૈદપાલ લાલચંદ જોગી (રહે.નિર્મળપાર્ક માંજલપુર)નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News