Get The App

વડોદરાની મહી નદીમાં દોડકા ફ્રેન્ચ કૂવાની લાઈન ઉપર ભંગાણ પડતા કાલે રીપેરીંગ

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
વડોદરાની મહી નદીમાં દોડકા ફ્રેન્ચ કૂવાની લાઈન ઉપર ભંગાણ પડતા કાલે રીપેરીંગ 1 - image

image : Freepik

- આઠ ટાંકી હેઠળના વિસ્તારમાં આશરે ચાર લાખથી વધુ વસ્તીને પાણીની તકલીફ પડશે 

- રીપેરીંગ માટે પાણીના પંપો બંધ કરવાથી પાણીની મુશ્કેલી ઊભી થશે

વડોદરા,તા.20 નવેમ્બર 2023,સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મહી નદી સ્થિત ચાર ફ્રેન્ચ કુવા પૈકી દોડકા ફેન્ચવેલ ખાતે 38 ઇંચ ડાયા મીટરની ફીડર લાઈન પર ભંગાણ પડેલું છે આ ભંગાણ રીપેરીંગ કરવાની કામગીરી તારીખ 21 ના રોજ કરવામાં આવનાર છે જેના કારણે પાણીની આઠ ટાંકી અને બે બુસ્ટર હેઠળના વિસ્તારોમાં પાણીના ધાંધિયા રહેશે રીપેરીંગની કામગીરી તારીખ 21 ની સવારે 10:00 વાગ્યા બાદ હાથ ધરવામાં આવશે. રીપેરીંગની કામગીરીને લીધે દોડકા ફેન્ચવેલ તથા દોડકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેના પાણીના પમ્પો સાંજના ચાર વાગ્યા સુધી બંધ રહેશે. પાંચ છ કલાક સુધી પાણીના પંપો બંધ રહેવાના કારણે દોડકા ફેન્ચવેલ તથા દોડકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી પાણી મેળવતી ટાંકીઓ જેવી કે પૂનમનગર ટાંકી, સમા ટાંકી, નોર્થ હરણી ટાંકી, હરણી ટાંકી, વારસીયા બૂસ્ટર, ખોડિયારનગર બૂસ્ટર, એરપોર્ટ, આજવા ટાંકી, પાણીગેટ ટાંકી, નાલંદા ટાંકી તથા ગાજરાવાડી ટાંકી ખાતે પાણી પુરવઠો કામગીરી દરમ્યાન બંધ રહેશે. જેથી તા. 21ના સાંજના ઝોનમાં મોડેથી અને લો પ્રેશર સાથે પાણી વિતરણ કરવામાં આવશે. આ ભંગાણ દોડકા પાસે જ થયું છે અને કામગીરી ચારેક કલાક ચાલશે. કામગીરી માટે પંપો બંધ કરીને લાઈન ખાલી કરવામાં આવશે અને એ પછી રીપેરીંગ કાર્ય શરૂ થશે. પાણીના પંપો બંધ થવાને લીધે આશરે 100 લાખ લિટર પાણીની ઘટ પડશે અને તેની અસર ચાર લાખથી વધુ વસ્તીને થવાની સંભાવના છે.


Google NewsGoogle News