કરનાળી સ્થિત મા રેવા આશ્રમ ખાતે 'ભુરખીયા હનુમાન દાદા'નું નવનિર્મિત મંદિર 'સત્ય વિજય મારૂતિ' નામે સ્થાપિત થશે
Vadodara News : વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત મા રેવા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે લઘુ રુદ્ર યજ્ઞ અશ્વિન પાઠકજીના હસ્તે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મા રેવા આશ્રમ ખાતે નવનિર્મિત થનાર ભુરખીયા હનુમાનજી દાદાના મંદિરને સત્ય વિજય મારૂતિ તરીકેની આગવી ઓળખ આપી નામકરણ કરવામાં આવ્યું હતું.
અત્રે યાદ આપવું જરૂરી છે કે અમરેલી જિલ્લાના કવિ કલાપીના લાઠી ગામ પાસે આવેલા પ્રાચીન ભુરખીયા હનુમાનદાદાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં સ્થાપિત હનુમાનદાદાની મૂર્તિ ભુરખીયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે તેની પ્રતિકૃતિ વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત મોરલી સંગમ પાસે નવો નિર્મિતમાં રહેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે.
અમરેલી જિલ્લાના લાઠી ગામ પાસે આવેલા ભુરખીયા હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે તેનું અતિ મહત્વ રહેલું છે જે કોઈ વ્યક્તિને જમીન અંગેના પ્રશ્નો વિકટ બન્યા હોય ત્યારે તેના ઉકેલ માટે ભુરખીયા અર્થાત ભૂમિની રક્ષા કરે એવા ભુરખીયા હનુમાન દાદાનું મંદિર કરનાળી સ્થિત મા રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે.
આ મંદિરની સ્થાપના પૂર્વે મા રેવા આશ્રમ ખાતે શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારના રોજ લઘુ રુદ્ર યજ્ઞ અને મંગળવારના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના રોજ કરનાળી મોરલી સંગમ સ્થિત મા રેવા આશ્રમ ખાતે પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠક (સુંદરકાંડ) દ્વારા હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવ્યો સાથે સાથે નવનિર્મિત હનુમાનજી મંદિરનું નામ "સત્ય વિજય મારૂતિ" હનુમાનજી નામ પૂજ્ય અશ્વિન પાઠકજીએ જાહેર કર્યું હતું. આ પ્રસંગે કરનાળીના યોગેશ શૌચે ગુરુજીના અધ્યક્ષ સ્થાને ક્ષેત્ર કરનારીના ભૂદેવોએ લઘુરુદ્ર યજ્ઞનું કાર્ય સંપન્ન કર્યું તેમજ હનુમાન ભક્ત દુષ્યંત બાપજી ઉપસ્થિત રહ્યા હતા.