વડોદરામાં રાત્રે ધોધમાર 5 ઇંચ વરસાદ ખાબક્યો
શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: બે તળાવો ઉભરાયા, સયાજીગંજના કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા
વડોદરા, તા. 22 જુલાઈ 2023 શનિવાર
વડોદરામાં રાતના ત્રણ વાગ્યા પછી ખાબકેલા મુશળધાર વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર કેડ સમા પાણી ભરાયા હતા.
વડોદરા શહેરમાં રાત્રે 5 ઇંચ ખાબકેલા વરસાદમાં પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા, આત્મા જ્યોતિ આશ્રમ, ગોત્રી, ગોરવા ગામના તળાવ ફાટ્યું હતું. આ પાણી આજુબાજુની સોસાયટીમાં ઘૂસી ગયા હતા. બે ખાનગી લક્ઝરી બસો પણ ફસાઈ હતી. ગોરવા ગામ તળાવ નજીક વહેલી સવારે નોકરી પર નીકળેલા વાહન ચાલકો ઠેર ઠેર અટવાયા હતા.
ટુ વ્હીલર સાઇલેન્સરમાં પાણી ભરાઈ જવાથી બંધ થઈ ગયા હતા. વડોદરામાં પાંચ ઇંચના થોડા જ વરસાદમાં પ્રી મોનસુનની કામગીરીના ધજાગરા ઉડી ગયા હતા. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતું અલકાપુરી ગરનાળુ ફરીથી પણ ભરાઈ ગયું હતું.