ભાયલીમાં APS અને ડ્રેનેજ લાઈન નાખવાના કામમાં રાજકમલ બિલ્ડર્સને ફાયદો કરી આપવાનો કારસો: રૂ.1.14 કરોડ વધુ ચુકવાશે

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
ભાયલીમાં APS અને ડ્રેનેજ લાઈન નાખવાના કામમાં રાજકમલ બિલ્ડર્સને ફાયદો કરી આપવાનો કારસો: રૂ.1.14 કરોડ વધુ ચુકવાશે 1 - image

વડોદરા,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નવા સમાવિષ્ટ ભાયલી વિસ્તારમાં નવું ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશન તથા ડ્રેનેજ લાઈન નાખી દસ વર્ષ સુધી મેન્ટેનન્સ કરવાના કામમાં ફરી એક વખત રાજકમલ બિલ્ડર્સને ફાયદો કરી આપવાનો કારસો ભારતીય જનતા પાર્ટી ની સંકલન સમિતિમાં કરવામાં આવશે જેમાં કોર્પોરેશને નક્કી કરેલા અંદાજ કરતા રૂ. 1.14 કરોડ વધારાના ચૂકવવામાં આવશે.

 વડોદરા શહેરમાં નવીન વિસ્તારોને સરકારના નોટીફિકેશનથી તા.18/6/2020 થી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. જે પૈકી ભાયલી ગામ વિસ્તારમાં હયાત પમ્પીંગ સ્ટેશન કાર્યરત છે, જેમાં જરૂરીયાત પ્રમાણેની વ્યવસ્થા ન હોવાને કારણે નવીન ડિઝાઇન સહનું પમ્પીંગ સ્ટેશન બનાવવાની જરૂરીયાત છે. તેથી ભાયલી ગામ વિસ્તારમાં નાગરીકોને ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રકચરની પાયાની સુવિધા આપવાના ભાગરૂપે ભાયલી ગામ ખાતે આવેલા હયાત જુના પમ્પીંગ સ્ટેશન વાળી જગ્યામાં નવીન એપીએસ બનાવવાનુ તેમજ પ્રેશરલાઇન ભાયલી એસટીપી તરફ નાંખવાનુ આયોજન કરવામાં આવ્યું છે. સલાહકાર મે.ગ્રીન ડિઝાઇન એન્ડ એંજીનીયરીંગ એન્ડ સર્વિસીસ પ્રા. લિ દ્વારા નેટ અંદાજ રૂ.4,36,12,306/- અને ગ્રોસ અંદાજ રૂ.5,24,41,900/-(18% જીએસટી સહનો)નો રજુ કરવામાં આવ્યો હતો. જેને તા.17-6-2023ના રોજ મંજુરી આપી હતી. જેના ત્રણ પ્રયત્નમાં એક પણ ઇજારદાર દ્વારા ભાવપત્ર ભરવામાં આવ્યું નથી. ચોથા પ્રયત્ને ભાવપત્રો મંગાવતા બે ઇજારદારોના ભાવપત્રો આવેલ હતા.  કામના સલાહકાર મે.ગ્રીન ડિઝાઇન એન્ડ એંજીનીયરીંગ એન્ડ સર્વિસીસ પ્રા.લિ. દ્વારા રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ. અંદાજીત રકમ 30.06% વધુ મુજબ અને મે.ઇલાઇટ એંજીનીયર્સ 34,36,12,306/- થી 5,67,20,199.40/- નેટ અંદાજીત રકમ રૂ.4,36,12,306/- થી 37.37% વધુ મુજબ રૂ.5,99,10,608.14/-ઇજારદાર મે. રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ.નું ભાવપત્ર પ્રથમ લોએસ્ટ આવેલ છે.

 ઇજારદાર મે. રાજકમલ બિલ્ડર્સ પ્રા.લિ.ને ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાએ તેઓએ ભરેલ ભાવમા ઘટાડો કરવા જણાવતા તેઓએ પ્રથમ તબક્કામાં ભરેલા ભાવમાં 2%નો ઘટાડો કરેલ છે. ભાવોમાં વધુ ઘટાડો કરવા ઇજારદારને જણાવતા ઇજારદાર દ્વારા ભરેલા ભાવમાં વધુ કુલ 3% ઘટાડો કરેલ છે. કામની સ્થળ સ્થિતિ તથા પ્રવર્તમાન માર્કેટ રેટને ધ્યાને રાખી સ્પર્ધાત્મક ભાવો ભરેલા હોવાનું જણાવી ભાવોમાં હવે વધુ ઘટાડો કરવા સંમત થયેલ નથી. જે અનુસાર તેઓના ભાવપત્રકની રકમ નેટ અંદાજીત રકમ રૂ.4,36,12,306/- કરતાં 26.15% વધુ મુજબ રૂ.5,50,18,593/- થાય છે. જેથી કોર્પોરેશન રાજકમલ બિલ્ડર્સને વધારાના રૂ.1.14 કરોડ આ પ્રોજેક્ટ પાછળ ચૂકવશે તેમ જાણવા મળે છે.


Google NewsGoogle News