Get The App

વડોદરાના પ્રતાપનગરમાં આવેલ રેલવે વર્કશોપને 100 વર્ષ પુરા થયા

વાઇસરોય સેમ્સફોર્ડે વર્ષ ૧૯૧૯માં વર્કશોપનો શિલાન્યાસ કર્યો હતો

Updated: Mar 25th, 2019


Google News
Google News
વડોદરાના પ્રતાપનગરમાં આવેલ રેલવે વર્કશોપને 100 વર્ષ પુરા થયા 1 - image

વડોદરા,તા.25 માર્ચ 2019, સોમવાર

વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા પશ્ચિમ રેલેવેના વર્કશોપને ૧૦૦ વર્ષ પુરા થયા છે. જેના ઉપલક્ષમાં આજે વર્કશોપ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં આવેલા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાએ વર્કશોપમાં કામ કરતા કર્મચારીઓ માટે એક કેન્ટિન અને લોકરરૃમની સુવિધાનું ઉદ્ઘાટન કર્યુ હતું.

પ્રતાપનગર વર્કશોપમાં માર્ચ-૨૦૧૮ થી માર્ચ-૨૦૧૯ દરમિયાન એક વર્ષના ગાળામાં કુલ ૧૦૦૦ વેગનની મરમ્મત કરવામાં આવી છે.  જનરલ મેનેજરના હસ્તે મરમ્મત કરાયેલા ૧૦૦૦મા વેગનને આજે ગુડ્ઝ ટ્રેનમાં જોડવામાં આવ્યુ હતું. ઉલ્લેખનિય છે કે પ્રતાપનગર રેલવે વર્કશોપનો શિલાન્યાસ તા. ૨૫ માર્ચ ૧૯૧૯ના રોજ બ્રિટિશ ઇન્ડિયાના તત્કાલીન વાઇસરોય અને ગર્વનર જનરલ સેમ્સફોર્ડે કર્યો હતો. ત્યારે આ વર્કશોપ બરોડા સ્ટેટ રેલવેનો ભાગ હતો જે બાદ બોમ્બે,બરોડા એન્ડ સેન્ટ્રલ રેલવેનો  હિસ્સો બન્યો હતો.

વડોદરાના પ્રતાપનગરમાં આવેલ રેલવે વર્કશોપને 100 વર્ષ પુરા થયા 2 - imageઅહી શરૃઆતના તબક્કામાં નેરો અને મીટરગેજ લાઇન માટે પેસેન્જર કોચ પણ બનતા હતા ઉપરાંત નેરોગેજ સ્ટીમ લોકો એન્જિન પણ અહી એસેમ્બલ થતા હત. અહી મહારાજા માટેના ખાસ રેલવે સલુનનું લાકડા તથા સ્ટીલનું ફર્નિચર પણ બનાવવામાં આવતુ હતું. આઝાદી બાદ તા.૧૫ નવેમ્બર ૧૯૫૧ના રોજ પ્રતાપનગર વર્કશોપને પશ્ચિમ રેલવેમાં ભેળવી દેવાયુ હતું. હાલમાં અહી ૪૫૦ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

Tags :