Get The App

વડોદરાના છાણીમાં બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News

વડોદરાના છાણીમાં બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું 1 - image

વડોદરા,તા.19 ફેબ્રુઆરી 2024,સોમવાર

કામ અપાવવાના બહાને સમા વિસ્તારની મહિલાને છાણીમાં અવાવરૂ જગ્યા પર લઈ જઈ ત્રણ વિધર્મીઓએ સામૂહિક રીતે બળાત્કાર ગુજાર્યો હતો. સમા પોલીસ દ્વારા આરોપીના દોઢ દિવસના રિમાન્ડ મેળવ્યા છે ત્યારે સોમવારે નરાધમોને સાથે રાખી બનાવ સ્થળ પર લઈ જઈ સમગ્ર ઘટનાનું કરાયું હતું.

 વડોદરા શહેરના છાણી વિસ્તારમાં 56 હાજર મહિલા પર રીક્ષા ચાલક સહિત ત્રણ વિધર્મીઓએ સામુહિક રીતે બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ ગુજારે બાદ મહિલાને તેના ઘર પાસે છોડી ત્રણે ત્રણ આરોપી ફરાર થઈ ગયા હતા. મહિલાની પુત્રીએ કંટ્રોલમાં જાણ કરતા એક્શનમાં આવેલી સમાપ્ત પોલીસ સહિતની વિવિધ ટીમોએ ગણતરીના કલાકમાં જ ત્રણેય અલગ અલગ જગ્યા પરથી ઝડપી પાડ્યા હતા. રવિવારે ત્રણે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને દોઢ દિવસ મેળવ્યા છે ત્યારે સોમવારે આરોપીઓને સમા પોલીસે સાથે રાખી બનાવ સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. દોઢ દિવસના રિમાન્ડ પત્યા બાદ પુનઃ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 




Google NewsGoogle News