સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થર પડવાના બનાવને પગલે વડોદરા પોલીસ એલર્ટ,શ્રીજી સવારીના રૃટ પર ધાબા ચેકિંગ

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થર પડવાના બનાવને પગલે વડોદરા પોલીસ એલર્ટ,શ્રીજી સવારીના રૃટ પર ધાબા ચેકિંગ 1 - image

વડોદરાઃ સુરતમાં કોમી તનાવનો બનાવ બન્યા બાદ  વડોદરા શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસને ફૂટ પેટ્રોલિંગ કરવા સૂચના આપી છે.

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થર ફેંકાયા બાદ બનેલા કોમી તોફાનનના બનાવને પગલે વડોદરા પોલીસને એલર્ટ કરવામાં આવીછે. શહેર પોલીસ કમિશનરે સંવેદનશીલ વિસ્તારો તેમજ શ્રીજીની સવારીઓ જ્યાંથી પસાર થવાની છે તેવા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપી છે.

આ ઉપરાંત કોમી તોફાનોમાં સંડોવાયેલા હોય તેવા ગુનેગારો અને માથાભારે તત્વો પર પણ વિશેષ નજર રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે.


Google NewsGoogle News