ચોરીની બાઈક સાથે ઘરફોડ ચોરી કરવાના ઇરાદે ફરતા બાળ કિશોરને પોલીસે ઝડપી લીધો

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
ચોરીની બાઈક સાથે ઘરફોડ ચોરી કરવાના ઇરાદે ફરતા બાળ કિશોરને પોલીસે ઝડપી લીધો 1 - image


Vadodara Crime News : વડોદરા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ચોરી કરવાના ઇરાદે ફરી રહેલા બાળકિશોરને ચોરીની બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. બાજવા ગામ પાસેથી સાગરિત સાથે મળી બાઈકની ચોરી કરી હોવાની કબુલાત સગીરે કરી છે.

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનને કંટ્રોલરૂમ તરફથી વર્દી મળી હતી કે કે યસ કોમ્પ્લેક્ષ સામે રણછોડ પાર્ક ખાતે એક ઇસમ ચોરી કરવા આવ્યો છે. જે વર્દી આધારે પોલીસે સ્થળ ઉપર જઇ તપાસ કરતા એક ઇસમ મળી આવ્યો હતો. પરંતુ કિશોર હોય તથા તેની પાસે રહેલ મો.સા.ના દસ્તાવેજી પુરાવા કાગળો હોય તો રજુ કરવા જણાવતા તે ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતા ન હતો. જેથી કડકાઈથી પૂછપરછ કરતા તેણે પોતાના સાથી મિત્ર સાથે ભેગા મળી બાજવા ગામ વડોદરા ખાતેથી ચોરી કરી  હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની પાસેથી બાઈક અને ચોરી કરવા માટેના ઓજારો મળી રૂપિયા 41 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News