લોકસભાની ચૂંટણી–રમજાન માસને લઇને સંવેદનશીલ વિસ્તારમાં વડોદરા પોલીસનું ફુટ પેટ્રોલિંગ

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
લોકસભાની ચૂંટણી–રમજાન માસને લઇને સંવેદનશીલ વિસ્તારમાં વડોદરા પોલીસનું ફુટ પેટ્રોલિંગ 1 - image

વડોદરા,તા.22 માર્ચ 2024,શુક્રવાર

આગામી લોકસભાની ચૂંટણી તથા રમજન માસને લઇને સિટી વિસ્તારમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. જેમાં સામાજિક કાર્યકરો સામે મીટિંગ યોજીને સૂચના આપવા સાથે એચએસ તથા એમસીઆર ઇસમોને ચેક પણ કરાયા હતા. 

આગામી લોકસભાની ચૂંટણી તથા રમજાન માસને લઇને પોલીસ સિટી અને કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમા ઉચ્ચ અધિકારીઓના સૂચના મુજબ ગુરુવારના રોજ રાત્રીના સમયે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. જેમા એસીપી એમ પી ભોજાણી, પીઆઇ આર.બી.ચૌહાણ, સેકન્ડ પીઆઇ આર.એલ.પ્રજાપતિ, પીઆઇ વાય.એમ.મિશ્રા તેમજ શહેરના નવા નિમણૂક પામેલા એએસઆઇ  અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા જેમાં સમાજિક કાર્યકરો સાથે મીટિંગ યોજીને જરૂરી સૂચના આપવામાં આવી હતી અને એચ એસ તથા એમસી આર શખ્સોને ચેક પણ કરવામાં આવ્યા હતા.


Google NewsGoogle News