જુના બનાવની રિસ રાખીને વાઘોડિયા-ડભોઇ રીંગરોડની સોસાયટીમાં રહેતી મહિલાએ સોસાયટી માથે લીધી

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
જુના બનાવની રિસ રાખીને વાઘોડિયા-ડભોઇ રીંગરોડની સોસાયટીમાં રહેતી મહિલાએ સોસાયટી માથે લીધી 1 - image


- સોસાયટીના પુરુષોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

વડોદરા,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર

વડોદરામાં  વાઘોડિયા ડભોઇ રીંગ રોડની એક્ સોસાયટીમાં મોટે મોટેથી ગાળો બોલતી મહિલાએ સોસાયટીમાંથી લીધી હતી અને સોસાયટીમાં રહેતા પુરુષોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. 

વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ઉકાજીના વાડિયાની બાજુમાં સારથી સોસાયટીમાં રહેતા પ્રજ્ઞેશભાઈ પાઠક બરોડા ડેરીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેમના પત્ની સંજનાબેને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે અમારે સોસાયટીમાં રહેતા શ્રેયાબેન રૂપેશભાઈ મહેતા અમારી સોસાયટીમાં ઊભા રહીને જોર જોરથી ગાળો બોલતા હતા. જેથી મેં તેઓને ગાળો બોલવાનું કારણ પૂછતા તેમને જણાવ્યું હતું કે, એક વર્ષ અગાઉ હું આ રૂપેશ રાજેન્દ્રલાલ મહેતાના મકાનમાં ભાડે રહેવા માટે આવી હતી તે સમયે મારા તથા રૂપેશ મહેતા વચ્ચે વારંવાર ઝઘડો થતો હોય જેથી તમે સોસાયટીના માણસોએ મળીને મને ઘર ખાલી કરાવ્યું હતું. 6 મહિના અગાઉ મેં તેની સાથે લગ્ન કરીને આવેલું છું હવે કોની તાકાત છે કે મને ઘરમાંથી કાઢી બતાવી તેમ જણાવી જુની રિસ રાખી ગાળો બોલતા હતા. મેં તેઓને કહ્યું હતું કે મારા ઘરમાં નાના છોકરાઓ છે સોસાયટીમાં ઊભા રહીને ગાળો ના બોલો તેની ખરાબ અસર બાળકો ઉપર થશે. ત્યારે શ્રેયાબેને મારા પર ઉશ્કેરાઇ ગયા હતા મારા જેઠ નિરવભાઈ પાઠક સોસાયટીમાં હોય તેઓ મારી સાથે આવ્યા હતા અને આ શ્રેયાબેનને સમજાવતા હતા. ત્યારે શ્રેયાબેન અમારી તથા સોસાયટીના અન્ય લોકો સાથે પણ ઝઘડો કરવા લાગ્યા હતા અને સોસાયટીના તમામ પુરુષોને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.


Google NewsGoogle News