વડોદરા પીસીબી પોલીસે 38.44 લાખનો દારૂ ભરીને ગોવાથી હાલોલ તરફ જતું કન્ટેનર પકડ્યું

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
વડોદરા પીસીબી પોલીસે 38.44 લાખનો દારૂ ભરીને ગોવાથી હાલોલ તરફ જતું કન્ટેનર પકડ્યું 1 - image

image : Freepik

- ગોવા થી વિદેશી દારૂ ભરીને હાલોલ તરફ જતા કન્ટેનરને પીસીબી પોલીસે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યું છે પોલીસે 38.44 લાખનો દારૂ કબજે કર્યો છે

વડોદરા,તા.16 ડિસેમ્બર 2023,શનિવાર

વડોદરા પીસીબી પોલીસને માહિતી મળી હતી કે રાજસ્થાનને બિશનોઈ ગેંગના સાગરીતો અશોક પુનમારામ બિસ્નોઈ રહેવાસી સાંગડવા જીલ્લો સાચોર રાજસ્થાન તથા સુરેશ કેસારામ વિશ્નોઈ રહેવાસી નેડીવાડી જિલ્લો બાડમેર રાજસ્થાન ભેગા મળી હાલમાં ગોવા થી ટ્રક તથા કન્ટેનરોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આંતર રાજ્ય હેરાફેરી કરે છે. તાજેતરમાં તેમને એક કન્ટેનરમાં ગોવા થી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી રવાના કર્યું છે જે કન્ટેનર વડોદરા બાયપાસ રોડ થી હાલોલ તરફ જવાનું છે. જે માહિતીના આધારે પીસીબી પોલીસે ગોલ્ડન ચોકડી સંગમ હોટલ પાસે વોચ રાખી કન્ટેનર ઝડપી પાડ્યું હતું. પોલીસે સ્થળ પરથી શ્રવણકુમાર કિશનારામ બિશ્નોઇ રહેવાસી સાંગાડવા ગામ જિલ્લો સાચોર રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો.

આરોપી અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પણ પકડાયો હતો તેમજ અશોક બિશ્નોઇ અને સુરેશ બીષ્ણોઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. અશોક બિશ્નોય સામે 15 અને સુરેશ સામે બે ગુના દાખલ થયા છે. પોલીસે વિદેશી દારૂને 33,648 બોટલ કિંમત રૂપિયા 38.44 લાખ તથા કન્ટેનર અને રોકડા મળી કુલ રૂપિયા 48.61 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.


Google NewsGoogle News