Get The App

વડોદરા: કૃત્રિમ તળાવો ફૂલહાર, મૂર્તિ, કાટમાળથી છલકાયા: ભાવિકોમાં રોષ

Updated: Sep 10th, 2022


Google NewsGoogle News
વડોદરા: કૃત્રિમ તળાવો ફૂલહાર, મૂર્તિ, કાટમાળથી છલકાયા: ભાવિકોમાં રોષ 1 - image

વડોદરા,તા.10 સપ્ટેમ્બર 2022,શનિવાર

વડોદરા શહેરમાં ગત રોજ  ગણેશ વિસર્જનના ભાગ રૂપે મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓ નું વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરમાં ઠેર ઠેર કૃત્રિમ તળાવો ઉભા કર્યા હોવા છતાય મોડી રાત્રે તળાવો મૂર્તિઓ થી છલોછલ થઇ જતા ભારે તકલીફ ઉભી થઇ હતી. અને સવારે કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓ ફૂલહાર અને કાટમાળથી છલકાયેલા નજરે પડતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ હતી

 વડોદરા: કૃત્રિમ તળાવો ફૂલહાર, મૂર્તિ, કાટમાળથી છલકાયા: ભાવિકોમાં રોષ 2 - image

ચુંટણીનું વર્ષ હોવાથી તમામને રાજી રાખવાના સરકારના પ્રયત્નને કારણે આ વર્ષે ગણેશ મંડળોને મોટી મૂર્તિઓ સ્થાપવા માટેના ધારાધોરણોમાં છૂટછાટ આપવામાં આવી હતી. જયારે અનેક મંડળોએ વિશાળકાય મૂર્તિઓની સ્થાપના કરી હતી. જેની સામે કૃત્રિમ તળાવોની સંખ્યા માર્યાદિત જ રહી હતી. અને ઊંડાઈ પણ અગાઉના વર્ષો જેટલી જ હતી. આવા સમયે જયારે કૃત્રિમ તળાવોમાં જયારે મોડી રાત્રે વિશાળ શ્રીજીની પ્રતિમાઓ આવવાની શરુ થઈ ત્યાં તો તળાવો સવારથી વિસર્જિત થયેલી મૂર્તિઓના કાટમાળથી છલોછલ થઇ ગયા હતા. જયારે માંડ માંડ મોડી રાત અને કેટલાક સ્થળે તો સવાર સુધી વિસર્જનની પ્રક્રીયા ચાલુ રહી હતી.

 વડોદરા: કૃત્રિમ તળાવો ફૂલહાર, મૂર્તિ, કાટમાળથી છલકાયા: ભાવિકોમાં રોષ 3 - image

હરણી સ્થિત કૃત્રિમ તળાવના સવારના દ્રહ્યો જોઈએ તો એમ લાગતું હતું કે જાણે  ગણેશજીનો ઢગલો હોય. મોટી સંખ્યામાં મૂર્તિઓનું વિસર્જન થયું હોવાથી તળાવો ફૂલહાર મૂર્તિ અને કાટમાળ થી છલકાઈ ગયા હતા. જયારે ગત રોજ વિસર્જન દરમિયાન પણ જલ્દી વિસર્જન પતાવી દેવાની લ્હાયમાં ગણેશજી ની મૂર્તિઓની ગરિમા પણ જળવાતી ન હોય તેવી ફરિયાદો ઉઠવા પામી હતી. તરાપામાં મૂર્તિઓ લઇ જઈને પાણીમાં ફેકી દેવામાં આવતી હતી જેને લઈને ભક્તોમાં રોષ જોવામ મળ્યો હતો. એકંદરે મોટી મૂર્તિઓ માટે છૂટછાટ આપનાર તંત્રે મોટી મૂર્તિઓના વિસર્જન માટેની તૈયારીઓ નહિ કરતા ભારે અગવડતા સર્જાઈ હતી.


Google NewsGoogle News