વડોદરા : સાવલી તાલુકામાં ઈંટોના ભઠ્ઠા પર રહેતી સગીરા પર દુષ્કર્મ
image : Freepik
- સગીરાને બચાવવા માટે દોડેલી ભાભીને દુષ્કર્મ આચરનાર યુવાને મારમારી ધમકી આપી
વડોદરા,તા.13 જાન્યુઆરી 2024,શનિવાર
સાવલી તાલુકાના વાંકાનેર ગામની સીમમાં આવેલા ઈંટોના એક ભઠ્ઠામાં પરિવારના સભ્યો સાથે રહેતી પર પ્રાંતીય 17 વર્ષની સગીરા તારીખ 11 ના રોજ રાત્રે કુદરતી હાજતે ગઈ હતી ત્યારે વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં ચિસ્તીયા નગર ખાતે રહેતા રાસીદ અલી ઉર્ફે આરીફ શાહ નુર આલમખાન પઠાણે ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચાર્યું હતું. આ વખતે સગીરાના ભાભી જોઈ જતા તેઓ સગીરાને બચાવવા માટે દોડતા રાસીદઅલીએ સગીરાની ભાભીને માર મારી ધમકી આપી હતી. ઉપરોક્ત બનાવ અંગે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.