વડોદરા : જુના STP નવા બનાવવામાં આવે તેમાં નવા બનાવેલા ક્લોરીનેશન પ્લાન્ટ ઉપયોગમાં લઈ શકાશે
image : Filephoto
વડોદરા,તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ ગુજરાત સરકારને રિંગ-ફેન્સ્ડ એકાઉન્ટમાં રૂ.2,100 કરોડ ફાળવવા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STPs) સ્થાપવા અને નદીઓમાં ગટરના પાણી ટ્રિટ કર્યા બાદ નિકાલ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. તે બાદ રાજ્ય સરકારે તમામ કોર્પોરેશનના સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટોમાં ક્લોરીનેશન પ્લાન્ટ સ્થાપવા આદેશ કર્યા છે. તેમ છતાં હજી સુધી વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિ અને ભાજપની સંકલન સમિતિ કોઈ નિર્ણય કરતા નથી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુના સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હટાવીને નવા બનાવવાનું આયોજન ભવિષ્યમાં કરવામાં આવે તો પણ ક્લોરીનેશન પ્લાન્ટ બનાવવાની જરૂરિયાત ઊભી થશે ત્યારે જુના પ્લાન્ટની સાથે ક્લોરીનેશન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હશે તો તે નવા પ્લાન્ટમાં પણ ઉપયોગમાં લઈ શકાશે તેવી પરિસ્થિતિ રહેલી છે. ત્યારે હવે ભાજપની સંકલન સમિતિ જુના એસટીપી પ્લાન્ટોમાં તાત્કાલિક અસરથી પ્રી ક્લોરિનેશન પ્લાન્ટ ઊભા કરવાની દરખાસ્તને મંજૂરી આપશે કે પછી અભરાઈ પર ચડાવી રાખી કોર્પોરેશનને કરોડો રૂપિયાની પેનલ્ટી કરાવશે.