Get The App

વડોદરા: તારે મંડાળા આવવું નહીં કહી પૂર્વ પતિ પર હાલના પતિ દ્વારા હુમલો

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
વડોદરા: તારે મંડાળા આવવું નહીં કહી પૂર્વ પતિ પર હાલના પતિ દ્વારા હુમલો 1 - image


પુત્રીને મળવા માટે પિતા તરીકે આવ્યો હતો ત્યારે હુમલો કરનાર હાલના પતિ સહિત ચાર સામે ફરિયાદ

વડોદરા,તા.28 માર્ચ 2024,ગુરૂવાર

15 વર્ષના લગ્ન જીવન બાદ પત્નીથી છુટાછેડા થયેલા અણખોલ ગામના પ્લમ્બર પોતાની પુત્રીને મળવા ડભોઇ તાલુકાના મંડાળા ગયો હતો. ત્યારે પત્નીના હાલના પતિ અને તેના બે સાગરીતોએ મળી પૂર્વ પતિને તારે મંડાળા આવવું નહીં કહી હિંસક હુમલો કર્યો હતો. તેથી ડભોઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 વડોદરા તાલુકાના અણખોલ ગામના નાણાવાળા ફળિયામાં રહેતા 40 વર્ષના પ્લમ્બર દિનેશ નારણ તડવીએ ડભોઇ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના લગ્ન 15 વર્ષ પહેલા ધનલક્ષ્મીબેન હસમુખભાઈ તડવી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને બે બાળકો હતા. બાદ ખટરાગ સર્જાતા એક વર્ષ પહેલા ધનલક્ષ્મીબેન સાથે દિનેશ છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ ધનલક્ષ્મીબેને ડભોઇ તાલુકાના મંડાળા ગામે મુકેશ સુરેશ વસાવા સાથે ફૂલહાર કર્યા હતા. દરમિયાન ગત ૨૫મી તારીખે દિનેશ મંડાળા ગામે પોતાની દીકરી દૃષ્ટિને મળવા માટે ગયો હતો. અને ભીમપુરા ફળિયામાં રહેતા તેમના સાળી ઉષાબેન રાહુલભાઈ વસાવાના ઘરે કલર લેવા ગયો અને કલર લઈને ઉષાબેનના ઘર નજીકના લીમડાના વૃક્ષ નીચે ઉભો હતો. દરમિયાન બપોરે 12 વાગ્યે મુકેશ તેના તેના ભાઈ યોગેશ તેમજ અર્જુન રમણ વસાવા સાથે આવ્યો હતો અને દિનેશની સાથે ઝઘડો કર્યો હતો અને તું કેમ મંડાળા આવ્યો છે? તારે મંડાળા આવું નહીં તો તને પૂરો કરી નાખીશ. કહી હિંસક હુમલો કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. દિનેશની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય હુમલાખોર સામે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News