વડોદરામાં પવિત્ર શ્રાવણ માસમાં કાવડયાત્રાની જેમ નવનાથની સાઈકલ યાત્રા તારીખ 25મીએ યોજાશે

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં પવિત્ર શ્રાવણ માસમાં કાવડયાત્રાની જેમ નવનાથની સાઈકલ યાત્રા તારીખ 25મીએ યોજાશે 1 - image


Vadodara Cycle Yatra : વડોદરામાં દર શ્રાવણ માસમાં વડોદરા ફરતે આવેલા અને વડોદરાની સુરક્ષા કરતા નવનાથ મહાદેવની કાવડ યાત્રા શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ ગઈ સાલથી નવનાથની સાઇકલ યાત્રા પણ શરૂ થઈ છે. આ વખતે સાઈકલ યાત્રા તારીખ 25 ના રોજ યોજાશે. સવારે 7:30 કલાકે પીપળેશ્વર મહાદેવ ફતેગંજથી તેનો પ્રારંભ થશે. ગયા વર્ષે આશરે 75 સાયકલ સવાર શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાયા હતા. 11 વર્ષથી માંડીને 75 વર્ષ સુધીના શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા. જેમાં 15 બહેનો પણ હતી.

આ વખતે પણ સાઈકલ યાત્રા કામનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, જાગનાથ, રામનાથ, ઠેકરનાથ, સિધ્ધનાથ, મોટનાથ વગેરે નવ મહાદેવના મંદિરે જશે અને ભોળાનાથના દર્શન કરશે. આ વખતે 100 થી વધુ શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા છે . શહેરના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ આ યાત્રામાં સામેલ થવા સંપર્ક કરી રહ્યા છે. વોર્ડ નંબર ત્રણના ભાજપના મહિલા કાઉન્સિલરના કહેવા મુજબ શ્રદ્ધાળુઓ સાંઈબાબાના દર્શનાર્થે સાઈકલ લઈને જતા હોય છે. તેમના પરથી પ્રેરણા લઈને નવનાથની સાઇકલ યાત્રા શરૂ કરવાનું મળ્યું છે. શ્રદ્ધાળુઓ શક્તિ ભક્તિની સાથે ફિટનેસને પણ સ્વીકારે તે હેતુસર સાઈકલ યાત્રા યોજવામાં આવી રહી છે. સાઈકલ યાત્રાની પૂર્ણાહુતિ મોટનાથ મહાદેવ ખાતે થશે. બપોરે દોઢ બે વાગ્યા સુધીમાં શ્રદ્ધાળુઓ નવનાથના દર્શન કરી આશરે 22 કિ.મીનું અંતર પૂર્ણ કરશે.


Google NewsGoogle News