વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું
Vadodara Teachers' Day : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ પમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ સમિતિ દ્વારા સમિતિ કક્ષાના તથા ઝોન કક્ષાના શ્રેષ્ઠ આચાર્ય, શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ શાળાના એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
જેમાં સમિતિ કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે પી.એમ.શ્રી ન.પા. સયાજીગંજ શાળા નં. 52, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળા (સવાર), સમિતિ કક્ષાના શ્રેષ્ઠ આચાર્ય તરીકે પંકજકુમાર ભરડવા, ઝોન કક્ષાના શ્રેષ્ઠ આચાર્ય તરીકે શિલ્પાબેન મહેતા, સમિતિ કક્ષાના ઘોરણ 6 થી 8 ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ત્રિલોકભાઈ ઉપાધ્યાય, ઝોન કક્ષાના ઘોરણ 1 થી 5 ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેજલબેન પટેલ, ઝોન કક્ષાના ઘોરણ 6 થી 8 ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે દિપકભાઈ પટેલ તથા અલ્પાબેન મકવાણાની પસંદગી કરવામાં આવી હતી ચાલુ વર્ષે સમિતિની શાળાઓમાંથી શિક્ષક તરીકેની સેવાઓ આપી કુલ 44 શિક્ષકો નિવૃત્ત થયા હતા. તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે નવીન માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી હતી, તે શાળાના આચાર્ય તથા જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ જેવી પરીક્ષાઓમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને મેરીટમાં સ્થાન મેળવ્યું છે, તે તમામ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.