Get The App

કોમન એક્ટના અમલ માટે ધારાસભ્યો જવાબદાર : એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને બદલે ધારાસભ્યોનો ઘેરાવો કરવા અપીલ

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
કોમન એક્ટના અમલ માટે ધારાસભ્યો જવાબદાર : એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને બદલે ધારાસભ્યોનો ઘેરાવો કરવા અપીલ 1 - image


M S University Vadodara : વડોદરાના દુરંદેશી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પ્રાધાન્ય મળે તે માટે બરોડા એમ.એસ.યુનીવર્સીટીની સ્થાપના કરી હતી. વિશ્વવિખ્યાત બની ગયેલ વિશાળ એમ.એસ.યુનીવર્સીટીના સંચાલન અને એડમીશન પ્રક્રિયા માટે ચોક્કસ નિયમો બનાવાયા હતા. જેની હેન્ડબુક એટલે કે સ્ટેચ્યુટમાં સ્પષ્ટતા છે કે આ રેસીડેન્ટ યુનીવર્સીટી છે. જેમાં 80 ટકા એડમીશન વડોદરા શહેર-જીલ્લાના વિદ્યાર્થીઓ આપવાના હોવાનું વિશ્વામિત્રી બચાવોના એડવોકેટ શૈલેષ અમીને જણાવ્યું છે.

જેના આધારે ગયા વર્ષ સુધી એમ.એસ.યુ.માં એડમીશન પ્રક્રિયા ચાલી પરંતુ ગયા વર્ષોથી રાજય સરકાર દ્વારા કોમન એક્ટ, એટલે કે ગુજરાત પબ્લિક યુનીવર્સીટી બીલ પસાર કરાયું હતું. જેથી વડોદરાના 80 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને એડમીશન આપવાનો નિયમ આપોઆપ દૂર થઈ ગયો હતો. આ બિલ વડોદરા શહેર જીલ્લાના ધારાસભ્યોએ સંમતિ આપી હતી. નવા એક્ટ મુજબ મ.સ.યુનિ.ના વી.સીએ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને એક સરખા ગણીને એડમીશન પ્રક્રિયા હાથ ધરી છે. જેથી સ્થાનિક વિદ્યાર્થીઓને એડમીશન નહિ મળતા વાઈસ ચાન્સેલર જવાબદાર નથી પરંતુ તત્કાલીન શહેર-જિલ્લાના ધારાસભ્યો જવાબદાર હોવાના આક્ષેપ પણ એડવોકેટ શૈલેષ અમીને કર્યા છે.

આ એક્ટથી મ.સ.યુનિ.ની સ્વાયત્તતા આપોઆપ ખતમ થઈ ગઈ હોવાનું પણ શૈલેષ અમીને જણાવ્યું છે. એમ.એસ.યુની.ના વી.સી એડમિશન મુદ્દે જવાબદાર નહીં હોવાની સ્પષ્ટતા કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વી.સીને પ્રવેશ મુદ્દે જવાબદાર ગણાવનારા બોલનારા, કોમન એક્ટ લાગતા ઘેર બેસી ગયેલા કેટલાક પૂર્વ સીન્ડીકેટ સભ્યો અને તેમના અનુયાયીઓને દુખે છે પેટ અને કૂટે છે માથુંના મુદ્દે હવે આંદોલન ચલાવી રહ્યા હોવાના પણ તેમણે આક્ષેપો કર્યા હતા. ખરેખર જો સ્થાનિક વિધાર્થીઓને કોમર્સમાં એડમીશન મળે એવું પૂર્વ સીન્ડીકેટ સભ્યો અને પૂર્વ વિધાર્થી નેતાઓ ઈચ્છતા હોય તો વડોદરા શહેર અને જીલ્લાના આંગળી ઊંચી કરી કોમન એક્ટ પસાર કરાવનાર ધારાસભ્યોને ઘેર મોરચો માંડવો જોઈએ.

આગામી વર્ષોમાં હજુ પણ આવી જ વિષમ પરિસ્થિતિ સર્જાશે. માટે આ બાબતે હાલમાં શરૂ થયેલા આંદોલનને તેનો કાયમી નિકાલ અત્યંત જરૂરી છે. આ અંગે વડોદરા શહેર જિલ્લાના તત્કાલીન ધારાસભ્યોના ઘરે ઘેરાવો કે મોરચો માંડવા વિશ્વામિત્રી બચાવો સમિતિના એડવોકેટ શૈલેષ અમીને જણાવ્યું છે.


Google NewsGoogle News