Get The App

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની કોન્ફરન્સ જાકાર્તામાં મળશે : વડોદરાના મેયર હાજરી આપશે

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની કોન્ફરન્સ જાકાર્તામાં મળશે : વડોદરાના મેયર હાજરી આપશે 1 - image


Vadodara News : વડોદરા શહેરના મેયર પિન્કીબેન સોની ઈન્ડોનેશિયાના જાકાર્તા ખાતે ઇન્ટરનેશનલ મેયર ફોરમમાં ભાગ લેવા આગામી તા.2 થી 4 જુલાઈએ જશે. ગુજરાતમાંથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે શહેરના મેયરના એકમાત્ર છે.

ત્રાહિમામ ગરમીના કારણે પાલિકા સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ સવારે 11 વાગ્યાથી યોજવાનું નક્કી કરાયું છે. જેથી પાલિકા સ્થાયી સમિતિની બેઠક આજે સવારે નિયત સમયે યોજાઈ હતી. જેમાં સ્થાયી સમિતિ ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિશે મેયર કોન્ફરન્સ યોજાશે. 

મેયર કોરમમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયાના જાકાર્તા ખાતે શહેરના મેયર પિન્કીબેન સોની આગામી તા.2થી 4 જુલાઈ જશે. સમગ્ર ગુજરાતમાંથી પ્રતિનિધિ તરીકે વડોદરાના એકમાત્ર મેયર ભાગ લેશે. સંયુક્ત રાષ્ટ્રના સામાજિક અને આર્થિક વિભાગ દ્વારા યોજાનારી આ કોન્ફરન્સનો તમામ ખર્ચ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા કરાશે.


Google NewsGoogle News