Get The App

વડોદરા ભાજપ ઉમેદવારનું સરઘસ બન્યું સર્કસ : કાર્યકર્તાનો વિડીયો વાયરલ

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
વડોદરા ભાજપ ઉમેદવારનું સરઘસ બન્યું સર્કસ : કાર્યકર્તાનો વિડીયો વાયરલ 1 - image

Lok Sabha Election 2024 : લોકસભા વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશી ગઈકાલે વિજય સંકલ્પ રેલી લઈને પ્રચાર કરવા નીકળ્યા ત્યારે પક્ષના એક નગર સેવકની બાઈક પર કાર્યકરે આકર્ષણ જમાવવા ભાજપનો ઝંડો લઈ ઉભા થઈ ગયા હતા જેનો વિડિયો વાયરલ થયો હતો. જોખમી કરતબો કરીને દુઃખની વાત તો એ છે કે, આ જોખમી તમાશો કરનારાઓને કોઈએ રોકવા કે ટોકવાની કોશિશ પણ કરી ન હતી. જ્યારે બંદોબસ્ત પરના વર્દીધારીઓ મુક પ્રેક્ષકો બની રહ્યા હતા.

આ રેલીમાં જોડાયેલા કાર્યકર મિથીલેશ પટેલ આકર્ષણનું કેન્દ્ર બનવાના ઇરાદે મોટર બાઈકની પાછલી સીટ પર ધ્વજ લઈને ઊભા થઈ ગયા હતા. તેઓ સમતુલા જાળવી શકતા ન હતા એ કોઈકે ઉતારેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. આ સમયે ભાજપના નગર સેવક બાઈક ચલાવી રહ્યા હતા. તેમણે પણ કાર્યકરને રોકવાની કોશિશ કરી ન હતી. આ રીતે બંને લોકોએ પોતાની જાનને જોખમમાં મૂકવાની સાથે આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઉભુ કર્યું હતું.

આ સમયે રેલીનો બંદોબસ્ત જાળવવા પોલીસ જવાનો અને અધિકારીઓ ઉપસ્થિત હતા. તેમણે આ લોકોને રોકવાને બદલે આંખ આડા કાન કર્યા હતા. ઉલ્લખેનિય છે કે અગાઉ પણ વડોદરા ભાજપની રેલીમાં દરમિયાન પક્ષના કાર્યકર્તા દ્વારા બાઈક પર સ્ટંટ કરાતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો.


Google NewsGoogle News